શહેરમાંથી ચોરાઇ રહેલી મોંઘીદાટ કારો ઉપરોક્ત ગામોની બિશ્નોઇ ગેંગ દ્વારા જ ચોરી કરવામાં આવતી હોવાનું અગાઉ સામે આવ્યું હતું
સમા વિસ્તારમાં રહેતા કલરના વેપારીની સ્પોર્પીયો કાર ચોરવા માટે ચોર સ્વીફ્ટ કારમાં આવ્યા
આજ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે શહેર ભાજપના કાઉન્સીલર અલ્પેશ લીંમ્બાચીયાની સ્કોર્પીયો કારની ચોરી કરવામાં આવી હતી
સાંચોર અને તેના આસપાસના વિસ્તારમાં ગુજરાતના અનેક ભાગમાંથી મોંઘી દાટ કાર ચોરી લઇ જવાય છે.
વડોદરા. શહેરના સમા વિસ્તારમાં આવેલા પુનમ નગર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં કામ પરથી પરત આવીને કલરના વેપારીએ પોતાની સ્કોર્પીયો કાર ઘર પાસે પાર્ક કરી હતી. વહેલી સવારે ઉઠીને જોતા કાર ગાયબ થઇ હતી. આ મામલે તપાસ કરતા ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં સ્વીફ્ટ કારમાં આવેલા તસ્કરો સ્પોર્પીયોની ચોરી કરતા કેદ થયા હતા. સુરેશ ભાઇ નિશાદ કલરનો વેપાર કરે છે. ટુંક સમય પહેલા જ તેઓએ નવી સ્કોર્પીયો કાર ખરીદી હતી.
એક કાર લઇને આવેલા ચોરો બીજી કાર લઇ ગયા
સમા ખાતે આવેલી અખંડ સવિતા સોસાયટીમાં રહેતા સંગમ સુરેશભાઇ નિશાદ કલરના વેપારી છે. તેની પોતાની સ્કોર્પીયો કાર છે. ગત 1 સપ્ટેમ્બરના રોજ પોતાના કામ પરથી પરત આવ્યા બાદ સંગમે ઘરની બહાર રાત્રે કાર પાર્ક કરી હતી. દરમિયાન મળસ્કે 4 વાગ્યા આસપાસ સીલ્વર રંગની સ્વીફ્ટ કારમાં તસ્કરો વેપારીના ઘરે ત્રાટક્યા હતા. જ્યાં ઘરની બહાર પાર્ક કરેલી સ્કોર્પીયો કારને નિશાન બનાવી બે પૈકીના એક તસ્કરે કારનું બોનેટ ખોલ્યું હતુ અને ત્યાર બાદ દરવાજો ખોલી સ્કોર્પીયો કાર ચોરી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આજ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે શહેર ભાજપના કાઉન્સીલર અલ્પેશ લીંમ્બાચીયાની સ્કોર્પીયો કારની ચોરી કરવામાં આવી હતી. ટુંક સમય પહેલા જીઆઇડીસીના વેપારીની કાર આવી જ મોડસ ઓપરેન્ડી સાથે ચોરી કરાઇ હતી.
ચોરીની ગાડીઓનો ઉપયોગ ચસર-ગાંજાની હેરાફેરીમાં કરાય છે
જો કે, ગત વર્ષે માંજલપુર વિસ્તારમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર કાર પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ચોરાઇ હતી. જેમાં કારના માલીકે શહેરની બહાર ચોરી કરી લઇ જવાતી પોતાની કારના સીસીટીવી ફુટેજની તપાસ કરતા તેઓની કાર રાજસ્થાનના સાંચોર ગામે પહોંચી હોવાનો જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, રાજસ્થાનનું સાંચોર અને તેની આસપાસના ગામોમાં ચોરી કરેલી મોંઘી લક્ઝુરીયસ કાર લઇ જવામાં આવે છે. અને ત્યાર બાદ આ ગાડીઓને ગાંજો અફીણ તેમજ દારૂની તસ્કરીમાં ઉપયોગ થતો હોવાનો પણ અનેકો કિસ્સા સામે આવ્યા છે.
શહેરમાંથી ચોરાઇ રહેલી મોંઘીદાટ કારો ઉપરોક્ત ગામોની બિશ્નોઇ ગેંગ દ્વારા જ ચોરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જે રીતે કારના ચોરી કરાતી કારના સીસીટીવી સામે આવે છે. તેમાં તસ્કરોની મોડસ ઓપરેન્ડી અગાઉના બનાવો સાથે મળતી જોવા મળે છે.
https://youtu.be/COCXbG1oXYY