WatchGujarat. વડોદરામાં કોરોના વધુ એક વખત તીવ્ર ગતિથી વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના પોઝિટિવ કેસોમાં 86 ટકા નો ઉછાળો આવ્યો છે. જો હજી પણ વડોદરા વાસીઓ નહીં ચેતે તો રસ્તાઓ એમ્બ્યુલન્સના સાયરણોથી ગુંજી ઉઠે અને હોસ્પિટલમાં બેડ લેવા માટે ઓળખીતાને આજીજી કરવી પડે તેવા દિવસો પાછા આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. મહામહેનતે કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવામાં હજી સફળતા મળી ત્યાંતો ઓમિક્રોન વેરીયન્ટનો હાહાકાર વિશ્વમાં વ્યાપતો જોવા મળ્યો હતો. ભારત સરકાર અને રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં ઓમિક્રોનના કેસો નોંધાયા હતા. હાલની સ્થિતિએ ઓમિક્રોનની સાથે કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. જે ખરેખર ચિંતાજનક વાત છે.
વડોદરા પાલિકા દ્વારા ગત રોજ જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કોરોના કેસ 97 નોંધાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે આજરોજ પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કોરોના 181 કેસ નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 1 જ દિવસમાં વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 86 ટકા નો ઉછાળો નોંધાયો છે. કોરોનાના કેસોમાં ઉછાળો અવવો સ્પષ્ટ દર્શાવે છે કે લોકો હજી પણ કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે. જો હજી પણ લાપરવાહી વર્તવામાં આવશે તો કોરોનાની બીજી લહેર સમયે સર્જાયેલી સ્થિતિ પણ ખરાબ સમય જોવો પડી શકે તેમ છે.
તો બીજી તરફ આજરોજ વડોદરામાં ઓમિક્રોનના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમેરિકાથી આવેલા 50 વર્ષીય પુરુષ, અમેરિકાથી આવેલી 23 વર્ષીય યુવતી, ટ્રાવેલ હિસ્ટરી નહિ ધરાવતા 9 વર્ષીય બાળક, તથા ટ્રાવેલ હિસ્ટરી નહિ ધરાવતા 63 વર્ષના પુરુષ અને 57 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પાલિકા તંત્ર દ્વારા તમામના ક્લોઝ કોન્ટેક્ટની ઓળખ કરી તેમના પણ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.