માત્ર 20 મિનિટમાં બે લુંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો
ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે મોપેડ પર ફરતા લુંટારૂઓનો આતંક
વાહન ચાલક યુવકને ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ લુંટ્યા બાદ અન્ય શખ્સને પણ શિકાર બનાવ્યો
ફતેગંજ પોલીસે CCTVના આધારે લુંટારૂ ટોળકીની શોધખોળ હાથ ધરી
WatchGujarat શહેરમાં ચોરી કરતી તસ્કરીના આતંક વચ્ચે હવે વહેલી સવારે રાહદરીઓને લુંટતી ટોળકી સક્રીય બની છે. ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે મોપેડ પર આવેલા લુંટારૂઓએ બે લોકોને ચપ્પુની અણીએ લુંટી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ફતેગંજ પોલીસે લુંટારૂ ટોળકીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
બનાવન અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ત્રણ શખ્સો મોપેડ પર આવ્યાં હતા. જ્યાં તેમણે એક વાહન ચાલકને રસ્તામાં અટકાવી ચપ્પુ બતાવી રૂ. 10,000ની કિંમતનો મોબાઇલ અને રોક઼ રૂ. 2 હજાર ભરેલુ પાકિટ લુંટી લીધુ હતુ. ત્યાર બાદ ફતેગંજ વિસ્તારમાં આવેલા ચર્ચાની બહાર ઉભા રહીં પ્રાર્થના કરી રહેલા શખ્સને લુંટારૂ ટોળકીએ નિશાન બનાવી હતી.
ચર્ચની બહાર પ્રાર્થન કરતા વ્યક્તિ પાસે જોઇ મોપેડ ચાલક લુંટારૂ ટોળકી ચપ્પુ બતાવી રૂ. 7000ની કિંતમનો મોબાઇલ અને અંદાજીત રૂ. 600ની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આમ શહેરમાં વહેલી સવારે એકા બાદ એક લુંટની બે ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કરી રહીં છે.
બનાવ અંગે મહેશ રાઠવા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, સવારે તેઓ ફુટબોલની ટ્રેનિંગ આપવા માટે ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન સવારે 6-20 વાગ્યાની અરસામાં મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે ત્રણ શખ્સ પાછળથી ડીઓ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુ બતાવી રોકડ રૂ. 2 હજાર અને રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન લુંટી ફરાર થઇ ગયા હતા. જ્યારે ફઇમાન્યુઅલ ખ્રીસ્તીએ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, તેઓ સવારે 6-40 વાગ્યાના અરસામાં હિરાબાગ હોલની બહાર ચર્ચની બહાર ઉભા રહીં પ્રાર્થના કરી રહ્યાં હતા. ત્યારે પાછળથી મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુ બતાવી રોકડ રકમ રૂ. 2000 અને રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન લુંટી લઇ ફરાર થઇ ગયા હતા.
More #Gujarat #vadodara #fathegunj #early #morning #robbery #ચપ્પુ #Watchgujarat
- માત્ર 20 મિનિટમાં બે લુંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો
- ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે મોપેડ પર ફરતા લુંટારૂઓનો આતંક
- વાહન ચાલક યુવકને ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ લુંટ્યા બાદ અન્ય શખ્સને પણ શિકાર બનાવ્યો
- ફતેગંજ પોલીસે CCTVના આધારે લુંટારૂ ટોળકીની શોધખોળ હાથ ધરી