• શહેરના મકરપુરા વિસ્તારની આ ઘટના છે.
  • યુવકે 1998માં લગ્ન કર્યા અને પતિ-પત્ની બન્ને એક સાથે રહેવા લાગ્યાં હતા.
  • પાડોશમાં રહેતા યુવક અને પરિણીતા વચ્ચે પ્રેમસંબંધો બંધાયા હતા
  • વર્ષો બાદ પતિને જાણ થતાં બન્નેને એક બીજા સાથે સંપર્ક નહી રાખવા જણાવ્યું હતુ.
  • પતિની વાત ન માની ચાર સન્તાનોની માતાએ પાડોશી સાથેના પ્રેમસંબંધો ચાલુ રાખ્યાં

વડોદરા. અત્યાર સુધી આપણે આડા સંબંધોના અનેક કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે, પરંતુ શહેરના મકરપુરા વિસ્તારમાં ચાર સંતાનોની માતા અને પાડોશી વચ્ચેના પ્રેમ સંબંધની ઘટના ખૂબ વિચીત્ર  છે. પતિને 22 વર્ષે આ અંગે જાણ થતા બન્નેને વાતચિત નહી કરવા માટે તાકીદ કર્યાં હતા. જેનુ પરિણામ એવુ આવ્યું કે પત્નીના પ્રેમીએ ફોન પર ધમકી આપતા આખરે મામલો માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, મકરપુરા વિસ્તારમાં રહેતા એક દંપતિના વર્ષ 1998માં લગ્ન થયા હતા. લગ્નજીવનમાં તેમણે ચાર સંતાનોને જન્મ આપ્યો હતો. આ પરિવાર એક સુખી પરિવારની જેમ જીવન જીવી રહ્યાં હતા. જ્યાં અચાનક 22 વર્ષ બાદ પતિને પત્નીના પાડોશી યુવક પ્રેમપ્રકાશ રામ સાથેના પ્રેમસંબંધોની જાણ થઇ હતી. દરમિયાન પ્રેમપ્રકાશે પરિણીતાને આપેલુ સીમ કાર્ડ પતિના હાથમાં લાગ્યુ હતુ.

સીમ કાર્ડ હાથમાં લાગતા પતિએ પ્રેમપ્રકાશ અને પત્નીને એક બીજા સાથે વાતચિત અને સંબંધો નહીં રાખવા માટે તાકીદ કર્યા હતા. પરંતુ ગળાડુબ પ્રેમમાં પડેલા બન્ને આ વાતને ગણકાર્ય વિના સંબંધો ચાલુ રાખ્યાં હતા. તેવામાં ગત રોજ પ્રેમપ્રકાશે પ્રેમીકાના પતિને ફોન કરી ધમકી આપી હતી કે, મને તારી પત્ની સાથે પ્રેમસંબંધો છે જો તુ અમારી વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ, આ ધમકી મળતા જ પતિએ તાત્કાલીક માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પ્રેમપ્રકાશ છોટેલાલ રામ સામે ફરીયાદ નોંધાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud