-અમદાવાદ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન આગ લાગતા 8 લોકોના મૃત્યુ થયા હતા
-ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી
-એસએસજી હોસ્પિટલમાં ધમણ-3 માં લાગેલી આગને કારણે 38 દર્દીઓને શિફ્ટ કરવા પડ્યા હતા
-પારુલ યુનિવર્સિટી સંચાલિત પારુલ સેવાશ્રમમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે, તે દરમિયાન ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો
– ફાયર વિભાગની ટ્રેનિંગના કારણે ઘટના પર તુરંત કાબુ મેળવ્યો


વડોદરા. શહેરના છેવાડે આવેલી પારુલ યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા સંચાલિત પારુલ સેવાશ્રમ હોસ્પિટલને કોરોનાની સારવાર માટેના એમપેનલમેન્ટ હોસ્પિટલ તરીકે પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં હોસ્પિટલના ઓક્સિજન સપ્લાય કરતી પાઇપલાઇન બ્લાસ્ટ થયો હતો. જો કે ફાયર વિભાગ દ્વારા સ્ટાફને અગાઉ ટ્રેનિંગ આપવામાં આવી હોવાને કારણે સ્થિતિ પર તુરંત નિયંત્રણ મેળવી શકાયું હતું.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં આગ લાગવાને કારણે 8 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. વડોદરા ફાયર વિભાગ દ્વારા વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલના સ્ટાફને આકસ્મિક ઇમરજન્સી સમયે કામગીરી કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેને કારણે એસએસજી હોસ્પિટલમાં ધમણ-3 માં લાગેલી આગને ફેલાતા રોકવામાં અને મોટી જાનહાની ટાળવામાં મદદ મળી હતી. તાજેતરમાં પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા સંચાલિત પારુલ સેવાશ્રમના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. પરંતુ ફાયર વિભાગની ટ્રેનિંગ ને કારણે ઘટના પર કાબુ મેળવ્યો હતો. જો કે, બ્લાસ્ટ થયા બાદ પણ દર્દીઓના ઓક્સિજન સપ્લાયમાં કોઈ સમસ્યા સર્જાઇ ન હતી. આમ, સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં અનેક કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud