• વહેલી સવારથી શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ કેસમાં લાશ મેળવવા માટે કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ
  • અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી ગંગાનગર ગેટ નં – 2 પાસે કંકાલના અવશેષો મળી આવ્યા
  • કેનાલમાં મળેલા અવશેષો છાતી અને કરોડરજ્જુના ભાગ જેવું દેખાય છે.
  • સમગ્ર મામલે એફએસએલની સાયન્ટીફીક તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થશે

વડોદરા. શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે સીઆઇડી ક્રાઇમને આજે મોટી સફળતા હાથ લાગી છે. કેનાલ ખાલી કરાવ્યા બાદ મંગળવારે વહેલી સવારથી જ સીઆઇડી ક્રાઇમ, વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ તથા અન્ય એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગોરવા ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલના ગેટ નંબર 2 પરથી કંકાલના અવશેષો મળી આવ્યા હોવાનું પ્રમથ દ્રષ્ટિએ મનાઇ રહ્યું છે.

ફતેહગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ તથા એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરો દ્વારા અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી શેખ બાબુની લાશની ભાળ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગોરવા ગંગાનગર ગેટ નંબર 2 પાસે પ્રથમ દ્રષ્ટિએ માનવ કંકાલના અવશેષો મળ્યા હોવાનું કેમેરામાં ફલિત થયું હતું. કંકાલના આવશેષો જોવા મળતાની સાથે જ ફાયરના જવાનોએ સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.

કંકાલ અવશેષોની જાણ થતાની સાથે સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. કંકાલના અવશેષો માનવાના છે તે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઇ આવે છે. અને મળી આવેલા કંકાલના અવશેષો છાતી અને કરોડરજ્જુ સાથે દેખાવે મળી આવે છે. પરંતુ  કંકાલના અવશેષો માનવા (શેખ બાબુ)ના છે કે પછી કોઇ પશુના તે સઘન તપાસનો વિષય છે. હાલ ગંગાનગર ગેટ – 2 પાસે મળેલા કંકાલના અવશેષોને બહાર કાઢી સ્થળ પર જ તેની એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કંકાલની તમામ પ્રકારની ચકાસણી બાદ ફોરેન્સીક રીપોર્ટ બાદ જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.

અંડર વોટર કેમેરાનું મોનીટરીંગ

ટેકનોલોજીનો ઉપયોગ કંકાલની ભાળ મેળવવામાં મહત્વનું રહ્યું

કેનાલમાં પુરાવાની ચર્ચ કરવા માટે અંડર વોટર સર્ચ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પાણીના અંદરના ભાગમાં કેમેરા દ્વારા સર્ચ કરવામાં આવે છે. અને તેનું મોનીટરીંગ બહાર લાગેલી સ્ક્રીન પર જોઇ શકાય છે. ગંગાનગર પાસે મળેલા કંકાલના અવશેષો મેળવવા માટે અંડર વોટર સર્ચ કેમેરાએ મહત્વની ભુમિકા ભજવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud