એક પછી એક એટીએમ ચોરીના કિસ્સાઓ સામે આવતા પોલીસની સતર્કતા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે
તસ્કરો ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો મૂકીને ભાગી છૂટ્યા, પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી
આ પહેલા કેનેરા બેંકના 2 ATMમાં ટેક્નિકલ ખામી ઉભી કરીને તસ્કરોએ 15.67 લાખની ચોરી કરી હતી
વડોદરા. સમા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઇન્ડિયાના ATMમાં શનિવારે મોડી રાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસના વોચમેનની સતર્કતાને પગલે લૂંટારૂઓને ભાગવુ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_8970" align="aligncenter" width="1280"] ચોરી માટે લાવવામાં આવેલા ગેસ કટર સહિતના સાધનો[/caption]
ટ્રાઇસિકલ અને ગેસ કટર જોતા વોચમેને પોલીસને કરી જાણ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા SBIના ATMમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરો ATMને તોડવા માટે ગેસ કટર પણ સાથે લઇને આવ્યા હતા. જોકે નજીકમાં આવેલા ટ્યુશન કલાસના વોચમેને ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો જોતા શંકા ગઇ હતી. જેથી વોચમેને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેને પગલે તસ્કરો ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો સ્થળ પર જ મૂકીને ભાગી ગયા હતા. થોડીવારમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
[caption id="attachment_8971" align="aligncenter" width="1280"] સીસીટીવીમાં ઓળખ છુપાવવા માટે કલર માર્યો[/caption]
CCTV માં આવવાથી બચવા કેમેરા પર કલર છાંટી દીધો
SBIના ATMમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો CCTVમાં દેખાઇ ન જાય તે માટે કેમેરા પર કલર છાંટી દીધો હતો. જેથી CCTVમાં તસ્કરોની હરકતો જોવા મળી નહોતી. જોકે પોલીસે CCTV કબજે લઇને તપાસ શરૂ કરી છે. તહેવાર નજીક હોવાને કારણે સ્ટેટ બેંક ઇન્ડિયાના ATMમાં મોટી રકમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા કેનેરા બેંકના ATMમાં ટેક્નિકલ ખામી ઊભી કરીને રૂપિયા કાઢી લાખો રૂપિયાની ઉચાપત કરીને બેંકને આર્થિક નુકસાન પહોંચાડી રહી હોવાનું સામે આવ્યું હતું. કેનેરા બેંકના ATMમાં ટેક્નિકલ ખામી ઊભી કરીને 15.67 લાખની રૂપિયાની ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ઇન્ફર્મેશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તહેવાર ટાણે એટીએમ સંબંધિત ચોરીના ગુનામાં વધારો થઇ રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.