SOG એ 6 ઇન્જેક્શન, 2 મોબાઈલ સહિત ₹54039 નો મુદામાલ કબ્જે કર્યો
ભરૂચ દહેજ બાયપાસ પાસે આવેલી હોસ્પિટલનો અરબાઝ ઇન્જેક્શન લાવી શેઠ મેડીકલના ઇમરાનને વેચવા આપતો
ઇન્જેક્શન ક્યાંથી, કઈ રીતે મેળવી કેટલમાં, કેટલાને વેચ્યા તપાસ શરૂ
કબ્જે કરાયેલા 6 ઇન્જેક્શન અન્ય દર્દીના કામમાં આવે એ માટે સરકારી હોસ્પિટલને અપાશે
Watchgujarat. ભરૂચ દહેજ બાયપાસ પર આવેલ સિટી કેર હોસ્પિટલનો નર્સિંગ કર્મી શેઠ મેડિકલ સ્ટોરના સંચાલકને remdisivir ઇન્જેક્શન આપી બન્ને કાળાબજાર કરતા SOG ના હાથે ઝડપાઇ ગયા હતા. બન્ને આરોપી સાથે 6 રેમડીસીવેર, 2 મોબાઈલ મળી કુલ ₹54039 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ભરૂચમાં પણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં વધુ તગડી કમાણી કરી લેવાની લ્હાયમાં રેમડેસિવિર ઈન્જેકશનની કાળા બજારી કરી રહ્યાં છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે આવા 2 કાળાબજારિયાઓને ઝડપી પાડી 6 ઇન્જેક્શન કબ્જે કર્યા છે. SOG ના PI કરણસિંહ મંડોરાને માહિતી મળી હતી કે, દહેજ બાયપાસ રોડ ઉપર ઊંચી કિંમતે રેમડેસીવીર ઇન્જેક્શન વેચી કાળાબજારી કરાઈ રહી છે. હાલના સમયમાં આ ઇન્જેક્શનના વિતરણ ઉપર સરકારનો નિયંત્રણ છે અને કાળાબજારી ન થાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
PSI નરેશ ટાપરીયાની ટીમને તપાસ માટે ઘટના સ્થળે મોકલાઈ હતી. જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ કરવા આવેલ અરબાઝ ગરાસિયા નામના ઇસમને 2 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો. સિટી કેર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો અરબાઝ મહમદ રફીક અહમદ ગરાસિયા રહે. શેરપુરા ગામ આ ઇન્જેક્શન શેઠ મેડિકલ સ્ટોરના સંચાલક ઇમરાન નિઝામુદ્દીન શેઠ રહે. કાંથારીયા ગામને આપતો હતો. જેના આધારે દવાની દુકાનમાં સર્ચ કરવામાં આવતા વધુ 4 રેમીડિસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા.
પોલીસે 6 રેમડેસિવિર ઈન્જેકશન કિંમત ₹ 14039, 2 મોબાઈલ ₹40000 મળી કુલ ₹ 54039 ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની ધરપકડ કરી છે. બન્નેના કોવિડ ટેસ્ટ કરાવવા લઈ ગયા બાદ તેઓની પૂછપરછ હાથ ધરાશે તેમ તપાસ કરતા PSI શાકોરિયાએ જણાવ્યું હતું. સિટી કેર હોસ્પિતલનો અરબાઝ રેમડેસિવિર ઈન્જેકસન ક્યાથી, કેવી રીતે અને કોની પાસેથી લાવતો હતો તેમજ શેઠ મેડિકલ ઉપર આપી કોને કેટલમાં અને અત્યાર સુધી કેટલા વેચાયા છે એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે. કોરોનાના અન્ય દર્દીઓની સારવારમાં કામ માં આવે એ માટે કબ્જે કરાયેલા 6 ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં આપવામાં આવશે.
નેત્રંગનો તબીબ અને મંડળી 9 ઇન્જેક્શન સાથે ઝડપાઇ ગયો
આ અગાઉ ગત સપ્તાહે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણે નેત્રંગ ખરાઠાના PHC ના તબીબ સિદ્ધાર્થ મહિડા સહીત 3 લોકોની ધરપકડ કરી 9 રેમડેસીવીર કબ્જે કાર્ય હતા. આ ટોળકી અંકલેશ્વરમાં ઇન્જેક્શન વેચવાની પેરવી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગઈ હતી. જેઓ 15000 થી 17000 માં ઇન્જેક્શનો બ્લેકમાં વેંચતા હતા.