• 100 પોલીસે 6 ટીમ બનાવી 15000 ના ટોળાને જાળવી રાખી, પ્રજાના સહયોગથી રાહત, બચાવ, રીફર કામગીરી પાર પાડી
  • 2 ICU માં 24 દર્દી અને જનરલ વોર્ડમાં 23 મળી કુલ 57 દર્દીઓ હતા

Watchgujarat. ભરૂચ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી મધરાતે આગથી 15000 નું ટોળું એકત્ર થઈ ગયું હતું. 2 ICU અને જનરલ વોર્ડમાં મળી કુલ 57 દર્દીઓ હતા. જેમાં 100 પોલીસે 6 ટીમ બનાવી બચાવ, રાહત અને રીફર કામગીરી પાર પાડી હતી. જોકે ICU માં રહેલા 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ આગમાં જીવતા બળી જતા મૃત્યુને ભેટ્યા હતા.

ગુજરાતના 61 માં સ્થાપના દિવસે જ ભરૂચની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ વેન્ટિલેટર પર રહેલા 16 દર્દી અને 2 નર્સિંગ સ્ટુડન્ટને કાળનો કોળિયો બનાવી ગઈ હતી. કુલ 57 કોવિડ દર્દીઓ પૈકી ભરૂચ પોલીસે 6 ટીમ બનાવી સ્થાનિક લોકોની મદદથી 41 દર્દીઓને બચાવી લીધા હતા. જેમાં 7 દર્દીઓ ને વેલફેરની મેઈન બિલ્ડિંગમાં, અન્ય 34 દર્દીઓને ભરૂચ સિવિલ, સેવાશ્રમ, જંબુસર, આમોદ અને વાગરા એમ્બ્યુલસન મારફતે ખસેડાયા હતા.

જિલ્લા કન્ટ્રોલ પરથી ઘટનાની જાણ SP ને કરાતા એ, બી, સી, તાલુકા પોલીસ સ્ટેશન, LCB, SOG , પેરોલ સ્કવોર્ડ 20 અધિકારી અને 80 જેટલા પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DSP એ ઘટનાસ્થળ પર જ તમામ પોલીસ ફોર્સને 6 ટીમો બનાવી તાત્કાલિક કાર્યરત કરી હતી. જેમાં જીવીત દર્દીઓની બચાવ કામગીરી, મૃત્યુ પામેલ દર્દીની ઓળખ અંગેની ટીમ, એમ્બુલન્સ સંકલન કામગીરી, ઇન હાઉસ ડેડિકેટેડ કોવિડ હોસ્પીટલ ની આગને કાબુ કરવા અંગેની કામગીરી, દર્દીઓના કે અન્ય સ્વજનો તથા પબ્લીક ભીડ ને કંટ્રોલ કરવાની કામગીરી અને દાખલ થયેલ દર્દીઓની યાદી અને તે અંગેની વિગત , ખાત્રી , રેકર્ડ અને તપાસને લગતી કામગીરી શરૂ કરાઈ હતી.

આગના ઘટનાસ્થળે આગ બુજાડવાની ટીમ તૈનાત હોય , નગરપાલીકાના ફાયર ફાયટર થકી અંધારામાં મોબાઇલ ફોનની ફલેશ લાઇટથી અંજવાળ રાખી પોલીસ દ્વારા લાઠીથી હોસ્પિટલની બારીઓના કાચ તોડવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સપેકટરશ્રી બી.એમ. પરમાર નાઓની ટીમ અંદર ઘુસી કોવિડ -૧૯ દર્દીઓને બારીના કાચ તોડી ઉપાડી બારી દ્વારા બહાર સ્ટેયરમાં રાખી ઇવફયુલેટ કરી બાજુમાં જ આવેલ પટેલ વેલફેર હોસ્પીટલના ICU વિભાગમાં અંદાજીત 7 થી 8 દર્દીઓના જીવ બચાવી સમયસુચકતા દાખવી હતી.

આ હોસ્પીટલમાં ભીષણ આગ , જ્વાળા , ધુમાડા , ગુમળામળની વચ્ચે પોલીસ ટીમ દ્વારા વાયુના મુખમાંથી અંદાજીત 10 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે દર્દીઓના સ્વજનો , સગાવ્હાલા વિગેરેની અંદાજીત 15000 જેટલા માણસોની ભીડ એકત્ર થયેલી હોય તેઓને સાંત્વના આપી તેઓના સારવાર લઇ રહેલ આપ્તજનોનો સંપર્ક કરાવી સારવારને વધુ સરળ બનાવાઈ હતી.

ઓળખાયેલા મૃતદેહને યોગ્ય રીતે પ્રથમથી જ ઉપલબ્ધ રખાવવામાં આવેલી એબ્યુલન્સમાં સાવચેતીપૂર્વક રખાવી મરણ જનારના સગાવ્હાલાઓને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. ઘટનાસ્થળથી બીજા પણ અંદાજે 14 દર્દીઓને શહેરની અન્ય સારી હોસ્પીટલમાં તુરંત જ રીફર કરી સારવાર ચાલું કરાવવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud