• મહેશ ઘટનાની રાત્રે વાલીયા રોકાવવાની જગ્યાએ ઘરે આવી ગયો હતો
  • ઘરે આવ્યા બાદ દરવાજો ખખડાવતા પત્નીએ દરવાજો 10 મિનિટ બાદ ખોલ્યો
  • મુકેશને શંકા જતા તેણે ઘરમાં તપાસ કરતા પત્નીનો પ્રેમી મળી આવ્યો

WatchGujarat. બાજવા વિસ્તારમાં પતિની ગેરહાજરીમાં પત્નીને મળવા આવેલો પ્રેમી રંગેહાથ ઝડપાઇ જતાં પતિએ માર મારી હત્યા કરી હતી.જે બનાવમાં હત્યારા પતિને મળવા લોકઅપ સુધી આવેલી પત્નીથી પતિએ મોં ફેરવી લીધું હતું.

બાજવા-કરોડિયા રોડ વિસ્તારના ગિરીરાજ ફ્લેટના સેકન્ડ ફ્લોર પર રહેતા મહેશ પંચાલ તા.15મીએ રાતે વાલીયા ખાતે રાત રોકાવાને બદલે બાઇક લઇ સીધો ઘેર આવી ગયા હતા. ઘરનો દરવાજો ખટખટાવતા પત્નીએ 10 મિનિટ સુધી દરવાજો ખોલ્યો ન હતો. અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તે ઊંઘમાંથી ઉઠી હોય તેમ લાગતું ન હતું. જેથી તેને શંકા ગઇ હતી.

મહેશે ઘરમાં જઈ ને તપાસ કરતાં બેડરૃમની બારીની રોડ તરફના ભાગે છાજલી પર પત્નીનો પ્રેમી મહેન્દ્ર પઢિયાર દેખાયો હતો. જેથી મહેશે તેને પાયા વડે માર મારતાં તે બાજુના ફ્લેટની બારી પાસે પહોંચ્યો હતો. મહેશ અને તેની પત્ની બાજુના ફ્લેટમાંથી બારી પાસે પહોંચ્યા હતા. જ્યાં મહેશે બારીમાંથી મહેન્દ્રને પકડી રૃમમાં લાવ્યા બાદ પેસેજમાં લઇ જઇ સાણસી વડે માર માયો હતો અને પછાડયો હતો. ત્યારબાદ મહેન્દ્રને પોલીસે સોંપી દેવામાં આવ્યો હતો.

પોલીસ લોકઅપમાં મહેન્દ્રને ગભરામણ થતાં હોસ્પિટલ લઇ જવાયો હતો. અને ત્યાં તેનું મોત થયું હતું. આ બનાવ બાદ જવાહરનગર પોલીસે મહેશ પંચાલની અટકાયત કરી હત્યામાં વપરાયેલા ધોકો અને સાણસી કબજે કર્યા હતા. દરમિયાનમાં પત્ની પતિને મળવા આવતાં મહેશે તેને મળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud