રેલવે સ્ટેશન નજીક નાણાવટી ચાલમાં રહેતા બે ભાઇઓએ ડુપ્લીકેટ દારૂ બનાવવાનુ ઘરમાં જ શરૂ કર્યું
ઇમ્પોર્ટેડ બોટલો અને ઢાંકણા ખરીદી તેમા પ્લાસ્ટીકની બોટલનો દારૂ અને કોલ્ડ ડ્રિંસ્ક તેમજ ચાનુ પાણી ભરીને આપતો
સયાજીગંજ પોલીસે નાણાવટી ચાલમાં દરોડો પાડી એકની ધરપકડ કરી ભેજાબાજ રાકેશ મલ્લા વોન્ટેડ
WatchGujarat. કોરોનાની મહામારી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહીં છે. વૈશ્વિક મહામારીના કારણે અનેક લોકોએ ધંધો રોજગાર ગુમાવ્યો છે. તેવામાં મોજ શોખ પુરા કરવા મોંઘી દાટ ઇમ્પોર્ટેડ બોટલોમાં સસ્તો દારૂ વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે ક્રૃત્ય આચરનાર ભેજાબાજને પોલીસની ગંધ વી જતા ફરાર થઇ ગયો હતો.
શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી પંડ્યા હોટલ પાસેની નાણાવટી ચાલી રહેતો રાકેશ મલ્લા અને તેનો ભાઇ કમલેશ મલ્લા પોતાના ઘરમાં દારૂ બનાવી વેચતા હોવાની સાયજીગંજ પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નાણાવટી ચાલમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રાકેશ મલ્લાના મકાનમાં તપાસ કરતા 115 જેટલી ખાલી ઇમ્પોર્ટેડ દારૂની બોટલો મળી આવી હતી. તેમજ બોટલ ઉપર લાગતા બુચ પણ પોલીસે ઘરમાંથી કબજે કરી સ્થળ પર હાજર કમલેશ મલ્લાની ધરપકડ કરી હતી.
પોલીસના હાથે ઝડપાયેલા કમલેશ મલ્લાની પોલીસે આ મામલે પુછતાછ કરતા જાણાવા મળ્યું કે, છેલ્લા એક વર્ષથી રાકેશ અને કમલેશ પ્લાસ્ટીક્યો દારૂ અને તેમાં પમ કોલ્ડ ડ્રિંક્સ અને ચાનુ પાણી ભેળવી મોંઘી દાટ ઇમ્પોર્ટેડ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેંચતા હતા. જેમાં ગ્રાહકને શંસા ન ઉપજે તે માટે બોટલના બોક્સ પણ બહારથી ખરીદીને લાવતા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ રાકેશ ફરાર થઇ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.