ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યા બાદ કંપની દ્વારા કાગળીયાની ખરાઇ કરવાની કામગીરી શરૂ કરી
લેબોરેટરીના સોફ્ટવેરમાં રિપોર્ટનું ક્રોસ વેરીફીકેશન કરતા બનાવટી હોવાનું સામે આવ્યું
ફાઇલ ખોટી રીતે તૈયાર કરવામાં આવી છે તેવી કોઇને જાણ ન થાય તે માટે તમામ કાગળીયાઓ બનાવાયા
[caption id="attachment_205079" align="aligncenter" width="1280"] Corona[/caption]
WatchGujarat. ઇન્શ્યોરન્સ કંપનીએ કોરોના પોઝીટીવ દર્દી દ્વારા ક્લેઇમમાં રજુ કરેલા રીપોર્ટની સત્યતા ચકાસવા માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં ક્લેઇમ કરનાર નિમેષ પરમારે પૈસા મેળવવા માટે બનાવટી દસ્તાવેજોના આધારે ક્લેઇમ મુક્યો હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા વાઘોડિયાની બાલાજી હોસ્પિટલના તબીબ અને દ્વારકેશ લેબોરેટરીની પણ સંડોવણી હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે. #Corona
કોરોના કાળમાં ખાનગી હોસ્પિલો દ્વારા દર્દીઓ પાસેથી સારવારના નામે વધારે રૂપિયા લીધા હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. પરંતુ ગુરૂવારે કોરોના પોઝીટીવ હોવાનુ બનાવટી રિપોર્ટ સહિતના દસ્તાવેજો ઇન્શ્યોરન્સ કંપનીમાં જમા કરાવીને પૈસા મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબની સંડોવણી બહાર આવી હતી. બનાનવી વિતગ પ્રમાણે, નીમેષ પરમાર (રહે- 306 લીવઇમ સોસાયટી, ગોત્રી રોડ) દ્વારા HDFC ERGO કંપનીમાં કોરોના રિપોર્ટ સહિતના હોસ્પિટલના કાગળીયાઓ મોકલીને રૂ. 2.20 લાખનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યો હતો. #Corona
ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યા બાદ કંપની દ્વારા કાગળીયાની ખરાઇ કરવાની કામગીરી શરૂ કરી હતી. કાગળીયાની ખરાઇ માટે નીમેષ પરમાર દ્વારા ફાઇલ કરવામાં આવેલો રિપોર્ટ Unipath લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના સોફ્ટવેરમાં રિપોર્ટનું ક્રોસ વેરીફીકેશન કરતા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને લેબોરેટલી સંચાલક દ્વારા સમગ્ર મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાોંધવામાં આવી હતી.
ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે ફાઇલ કેવી રીતે તૈયાર કરાઇ
ભેજાબાજ નિમેષ પરમાર દ્વારા અત્યંત ચાલાકી પુર્વક ઇન્શ્યોરન્સ કંપનીને ચુનો ચોપડવાનો પ્લાન ઘડ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં દાખલ થતા પહેલા કરવામાં આવતા કોરોના પોઝીટીવ રિપોર્ટથી લઇને હોસ્પિટલમાં દાખલ થયા અને ડિસ્ચાર્જ સુધીના તમામ કાગળીયાઓ બનાવટી બનાવવામાં આવ્યા હતા. પૈસા કમાવવા માટે તૈયાર કરેલી ફાઇલ ખુબ જ ચોક્સાઇ પુર્વક તૈયાર કરવામાં આવી હતી. જેમાં કોરોના રિપોર્ટથી લઇને ડોકટરના પ્રિસ્ક્રીપ્શન અને રિપોર્ટ નિયત ફોર્મેટ પ્રમાણે તૈયાર કરાયું હતું. આમ, ફાઇલ ખોટી રીતે તૈયાર કરવામાં આવી છે તેવી કોઇને જાણ ન થાય તે માટે તમામ કાગળીયાઓ બનાવાયા હતા. પરંતુ યુનિપેથ લેબોરેટરીના સોફ્ટવેરમાં રાખેલા ડેટાના આધારે સમગ્ર કૌભાંડ પકડાયું હતું. #Corona
ઇન્શ્યોરન્સ કંપનીને ચુનો ચોપડવામાં હોસ્પિટલ અને લેબોરેટરીની સંડોવણી
પોલીસ દ્વારા આરોપીને પકડીને તેની વધુ પુછપરછ આદરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન વાઘોડિયા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીની સંડોવણી સામે આવી હતી. હવે પોલીસ દ્વારા બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીમાંથી કૌભાંડમાં સંકડાયેલા વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. આગામી સમયમાં બાલાજી હોસ્પિટલ અને દ્વાકરેશ લેબોરેટરીના વધુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. #Corona
More #Insurance #claim #of covid #patient #bogus #Corona #report #scam #busted #Vadodara news