• ગંભીર દર્દીઓ માટે વધુ સંક્રમણને અટકાવી રિકવરી લાવવામાં મદદ રૂપ
 • 30% કિસ્સામાં જ દર્દીઓના મોત થાય છે, જે પાછળ અન્ય બીમારી, વ્યક્તિનું મનોબળ, રોગપ્રતિકારક સશક્તિ પણ ભાગ ભજવે છે
 • રેમડીસીવેરના 6 ડોઝ પછી લેવું જોખમી, ટોસિલિઝીમેબના સામતા 2 ડોઝ કાતિલ બની શકે
 • રેમડીસીવેર ઇન્જેક્શન ઓક્સિજન લેવલ કંટ્રોલ કરી રીકવરી લાવી શકે પરંતુ જીવ બચાવવા ચમત્કારિક એન્ટી વાઇરલ નહિ
 • ટોસિલીઝુમેબ ઇન્જેક્શન ક્રિટિકલ કન્ડિશનમાં કેટલેક અંશે દર્દીનો જીવ બચાવી શકે
 • ભરૂચ જિલ્લામાં જ 2800 ની મેડિકલ સ્ટોર પર જ રેમડીસીવર માટે રોજની પૃચ્છા
 • 150 થી વધુ ટૉસિલીઝુમેબ ઇન્જેક્શન માટે દર્દીઓની દોડ, 1 પણ મળતું નથી
 • જિલ્લાની 58 કોવિડ હોસ્પિટલને રોજ 900 થી 1000 જ રેમડીસીવેર મળી રહ્યા છે તંત્રની વ્યવસ્થા થકી
 • ટોસિલિઝઉમેબ ભરૂચમાં 1 પણ નહીં મળતા ફેફસા વધુ ડેમેજ દર્દીઓના જીવ નહિ બચાવી શકતા રોજના 25 થી 30 મોત
 • ઓક્સિજન બાદ વેન્ટિલેટર પર જતાં દર્દી માટે રેમડીસીવેર એન્ટી ઇન્ફેક્શન ઓક્સિજન લેવલ અને ટોસિલિઝુમેબ ફેફસાનું સંક્રમણ રિકવર કરવાનું કામ કરે છે
 • રેમડીસીવેરના ભાવો ઘટાડાયા છતાં ઇ ઇન્જેક્શન જ ન મળતા હજી કાળાબજારમાં ₹10 થી 15000 ની બોલી
 • ટોસિલિઝુમેબ ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ સહિત ક્યાંયથી પણ ન મળતું હોય ₹32000 થી 41000 ના ઇન્જેક્શનના બોલાઈ રહ્યા છે ₹65000 થી 1 લાખ

 

WatchGujarat. RT – PCR Positive પરિણામ Corona Patient ને કેટલીક ગંભીર સ્થિતિ માં મળી રહ્યા છે. પણ આ ઇન્જેક્શન હાલ મળતા જ ન હોય અફરાતફરનો માહોલ સર્જાઈ રહ્યો છે. સરકારે જ્યાં કોરોના દર્દીઓની સારવાર માટે રેમડીસીવેર ઇન્જેક્શનોના ભાવો ઘટડ્યા છે ત્યાં ખાટલે મોટી ખોડ એ છે કે જે ઇન્જેક્શન દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ થઈ રહ્યા નથી. જેને લઈ તેના ઘટાડેલા ભાવો પણ નિરર્થક પૂરવાર થઈ રહ્યાં છે.

ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા કોરોના દર્દીના ઓક્સિજન લેવલ અને ફેફસામાં વધી ગયેલા વાયરસના સંક્રમણ સાથે ડેમેજને રોકી ઝડપી રિકવરી લાવવા રેમડીસીવેર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો બીજી કાતિલ લહેરમાં ભારે ડિમાન્ડમાં છે. જેને લઈ ગુજરાત સહિત ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રમાં પણ આ બન્ને ઇન્જેક્શનની હાલ રોજની માંગ અને જરૂરિયાત રોજ વધતા કોરોના કેસો કરતા પણ વધુ તીવ્ર જોવા મળી રહી છે.

કોરોનાના પહેલા તબક્કામાં ઘાતકતા અને મૃત્યુનું જોખમ હાલના બીજા તબક્કા જેટલું ઘાટક અને સંક્રમણ તેજ ન હતું. હાલની સ્ફોટક સ્થિતિમાં ઓક્સિજન લેવલ ઝડપી નીચું જવું અને ફેફસા વધુ તેજ ગતિએ ડેમેજ થતા રેમડીસીવેર અને ટોસિલિઝૂમેબ વધુ ડિમાન્ડમાં આવ્યા છે.

ભરૂચ અને નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં બન્ને ઇન્જેક્શન આટલા ડિમાન્ડમાં ન હતા. જોકે હાલ બીજા વેવમાં આ બન્ને ઇન્જેક્શનનો ગંભીર કોરોના દર્દીની સારવારમાં બહોળો અને વ્યાપક ઉપયોગ થતો હોય તેની માંગ પણ કોરોનાના કેસોની જેમ અંધાધુંધ રોજે રોજ વધી રહી છે.

ભરૂચ જિલ્લામાં જ રેમડીસીવેર ઇન્જેક્શન માટે રોજ 2800 દર્દીઓ વિવિધ હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરો પર પૃચ્છા સાથે દોડધામ કરી રહ્યા છે. ભરૂચમાં ઇન્જેક્શન નહિ મળતા વડોદરા, સુરત, અમદાવાદ પણ દર્દીઓના સગાઓ લાંબા થઈ રહ્યા છે. જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા થકી તંત્રની વ્યવસ્થામાં પણ હોસ્પિટલો દ્વારા મેઈલ કરતા રેમડીસીવેર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી ઉપલબ્ધ કરાવવાની જે વ્યવસ્થા છે તેમાં પણ ભરૂચ પ્રશાસન પાસે સરકારમાંથી માંડ 800 થી 1000 જેટલા જ ઇન્જેક્શન મળી રહ્યા છે.

ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સૌથી મોંઘા છે, જે ખાસ તો અર્થરાઈટીસમાં ઉપયોગમાં આવતા હતા, હવે કોરોનામાં તેનો ઉલયોગ ફેફસામાં વાઇરસે કરેલા ઇન્ફેક્શન રોકવા માટે થઈ રહ્યો છે. જે ડેમેજ થયેલા ફેફસાને વધુ ડેમેજ થતા અટકાવવા અને સંક્રમણ ઓછું કરવા હાલ ગંભીર કોરોના પેશન્ટ ને રેમીડિસીવેરના 6 ડોઝ બાદ આપવામાં આવે છે.

બન્ને ઇન્જેક્શનની અસરકારક્તા અને નુકશાન દરેક દર્દીની ઉંમર, પ્રકૃતિ, માનસિકતા, રોગપ્રતિકારક શક્તિ, હાર્ટ, પ્રેશર, ડાયાબીટીસ, લીવર અને કિડનીની બીમારી સહિત કોરોનાની અસરને લઈ જુદી જુદી થઈ શકે છે. જોકે મેડિકલ સાયન્સ અને છેલ્લા 1 વર્ષથી કોરોનાના ગંભીર દર્દીની સારવાર માં થતો આ બન્ને ઇન્જેક્શનના ઉપયોગમાં રેમીડિસીવેર અને ટોસિલિઝુમેબ હાનિકારક કરતા ફાયદાકારક નીવડ્યા હોવાનો રેશિયો વધુ નોંધાયો છે.

Remdisivir અને Tocilizumab ઇન્જેક્શન 70 ટકા કોરોના દર્દીને રિકવર કરવામાં કારગત રહ્યાં છે જ્યારે 30 % દર્દીઓના કિસ્સામાં આ બન્ને ઇન્જેક્શન કોરોના મૃત્યુને અટકાવી શક્યા નથી. હાલ ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આવતા રોજના 20 થી 30 મૃતદેહો પાછળ સમયસર રેમીડિસીવીર કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નહિ મળતા દર્દીનું મૃત્યુ થતું હોય તેને પણ અવગણી શકાય તેમ નથી.

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની રોજની ભરૂચમાં જ 150 થી વધુની જરૂરિયાત છે પણ છેલ્લા 7 દિવસથી 1 પણ ઇન્જેક્શન મળી રહ્યું નથી. કાળા બજારમાં આ ઇન્જેક્શનના ભાવો ₹65000 થી 1 લાખ સુધી ચાલી રહ્યા છે, લોકો આટલી કિંમત આપવા પણ પોતાના દર્દી માટે તૈયાર છે તો પણ ગ્રે માર્કટમાં પણ બમણાં ભાવ આપવા છતાં ઇન્જેક્શન મળી રહ્યું નથી તે નરી વાસ્તવિકતા છે.

22 એપ્રિલે ટોસિલિઝુમેબ (ઈટોલિઝુમેબ) નો દેશમાં જથ્થો આવશે

એક ડ્રગીસ્ટ, ડિસ્ટ્રીબ્યુટરે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે, ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન ગુજરાતમાં જ નહીં હોવાનું અને મહારાષ્ટ્રના દર્દીઓના સગા પણ ગુજરાત તરફ દોડી રહ્યા હોવાનું કહી રહ્યા છે. જો કે, આ ઇન્જેક્શન દેશમાં જ તીવ્ર અછત હેઠળ અને તેનો સપ્લાય હજી બહારથી ભારતમાં આવવામાં 22 એપ્રિલ લાગશે તેમ કહી રહ્યા છે. રાજ્યમાં બધા ડ્રગીસ્ટઓ એ પેહેલથી જ ઓર્ડર નોંધાવેલો છે. પણ સપ્લાય ન આવે ત્યાં સુધી કઈ થઈ શકે તેમ નથી, દર્દીઓ, સગાઓ, તબીબો સાથે સૌ કોઈ રાહ જોઇને બેઠું છે.

ભરૂચમાં એક ડ્રગીસ્ટે 10 દિવસથી ₹5 લાખ એડવાન્સ આપ્યા છે પણ હજી એક પણ ઇન્જેક્શન આવ્યું નથી

ભરૂચમાં જ એક ફાર્મસીસ્ટ એ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો સ્ટોક માટે 10 દિવસ પેહલા ઓર્ડર આપેલો છે પણ ₹ 5 લાખ એડવાન્સ આપવા છતાં હજી 1 પણ ઇન્જેક્શન આવ્યું નથી. ગુજરાતમાં પ્રતિ દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધતા રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવા માટે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તે ઈન્જેક્શનની માંગને પહોંચી વળાવા માટે તંત્ર હાંફી ગયું છે. તેવામાં કોરોનાના વધતા કેસો વચ્ચે વધુ એક મુશ્કેલી સામે આવી છે. કોરોનાની સારવાર માટે ગત વર્ષે જે ઈન્જેકશનની સૌથી વધુ ડિમાન્ડ હતી તે ટોસિલિજુમેબ ઈન્જેકશનની પણ માર્કેટમાં અછત વર્તાઈ રહી છે. છેલ્લા દોઢ મહિનાથી આ ઈન્જેકશન નહીં મળતા દર્દીઓના સગાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્વિટ્ઝર્લેન્ડથી આ ઇન્જેક્શન આયાત થતા હતા

કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલ જણાવ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડથી આ ઇન્જેકશન ઇમ્પોર્ટ થતા હતા. છેલ્લો માલ હતો તે સરકારે હસ્તગત કર્યો હતો. ટોસિલિજુમેબ આમ તો રુમેટિઝ અને આર્થરાઈટીઝમાં વપરાતી દવા છે પણ આ સ્ટીરોઇડ ફેફસામાં લોહીના ગઠ્ઠા થઈ ગયા હોય તેને તોડવાનું કામ કરે છે. એટલે જ્યારે ફેફસામાં ઇન્ફેક્શન થાય ત્યારે આ ઈન્જેકશન આપવામાં આવે છે. પરંતુ આ ઈન્જેકશનની સાઈડ ઇફેક્ટ પણ એટલી જ છે.

ટોસિલિઝુમેબની સાઈડ ઇફેક્ટ

આ ડ્રગ એક પ્રકારે સ્ટીરોઇડ છે જેથી લીવર અને કિડની પર અસર થવાની શકયતા રહેલી છે. મહત્વનું છે કે ગત વર્ષે માર્ચ એપ્રિલમાં શરૂ થયેલ કોરોનાના કેસ વધતા દર્દીઓને સારવાર માટે ટોસિલિજુમેબ ઈન્જેકશન આપવાની જરૂર પડી રહી ત્યારે હાલમાં પણ દર્દીઓની સારવાર માટે આ ઈન્જેકશનની માર્કેટમાં અછત વર્તાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud