• યુવતીના પ્રેમમાં પડેલા યુવકને પ્રેમીકાનો સાથ ન મળતા તેણે પોતાના જીવનનો અંત લાવી દીધો
  • આપઘાત કરતા પહેલા યુવકે પ્રેમીકાને સંબોધીને એક સ્યૂસાઇડ નોટ પણ લખી
  • શેરડી રસઘરમાં સવારે દુકાન ખોલતાની સાથે રમેશ ડામોર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો

WatchGujarat. Vadodara – આજની યુવા પેઢી કંઇ દીશામાં આગળ વધી રહીં છે, તેનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે. યુવિતના પ્રેમમાં પડેલા યુવકને પ્રેમીકાનો સાથ ન મળતા તેણે પોતાના જીવનનો અંત લાવી દીધો હતો. આપઘાત કરતા પહેલા યુવકે પ્રેમીકાને સંબોધીને એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યૂસાઇટ નોટ ગળામાં ભેરવી તેને આપઘાત કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવેલી છે. શાળાના ગેટ પાસે અંબે વિજય શેરડી રસઘર આવેલું છે. શેરડી રસઘરનો કર્મચારી આજે સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો પ્રમાણે, ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવનારનું નામ 26 વર્ષીય રમેશ ડામોર હોવાનુ જાણવા મળી રહ્યું છે. #Vadodara

અંબે વિજય શેરડી રસઘરમાં સવારે દુકાન ખોલતાની સાથે રમેશ ડામોર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે ખુરશીના ઢગલાનો ઉપયોગ કર્યો હતો. ખુરશી પર ચઢીને છતના હુકમાં દોરી ભેરવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. રમેશ ડામોરએ ગળાના ભાગે વાયરો સાથે સ્યુસાઇડ નોટ બાંધી રાખેલી હતી. મૃત રમેશના કાનમાં ઇયરફોન પણ લાગેલા હતા. રમેશના શરીર પરથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેની પ્રેમીકાને ઉદ્દેશીને લખવામાં આવ્યું હોવાનું દેખાતું હતું. મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક રીતે રમેશના ગળે ફાંસો ખાવાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાઇ રહ્યું છે.

ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવનાર રમેશ દ્વારા લખવામાં આવેલી અક્ષરસહ: સ્યુસાઇડ નોટ –

કઇ વાંધો નઇ, હું મરી જઇશ તો તુ જીવી લે સુખીથી જીંદગી

આઇ લવ યુ ઉષા રમેશ

ભલે બે બાપની ઓલાદ કઇની

તારા મનની ઇચ્છા છે, જીવ મારો જશે

આવતા જનમારે પાછા મળીશું

આઇ. લવ યુ ઉષા

બે બાપની ઓલાદ

તું મારી સાથે રમત રમી ગઇ પણ હું નથી રમ્યો તારી સાથે રમત

આવો રૂડો અવતાર વારે ઘડીએ નહિ મળે.

બાય – ઉષા – રમેશ

એની એ જેવું કરયું એવું મે કર્યું

More #Ramesh damor #Suside note #Vadodara News

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud