• પટાંગણમાં કોવિડ ગાઈડલાઈન અને ડિસ્ટન્સ સાથે યોજાયેલી બેઠક
  • 26 વર્ષે BJP ના પ્રમુખ-ઉપપ્રમુખ બાદ 8 સમિતિનું ચેરમેન પદ પણ પહેલીવાર ભાજપના હાથમાં
  • કારોબારી સમિતિમાં પહેલીવાર પદમાબેન વસાવા મહિલા ચેરમેન, બાંધકામ અધ્યક્ષ તરીકે ધર્મેશ મિસ્ત્રી
  • 34 સભ્યો કોરોના નેગેટિવ જ્યારે મહિલા સભ્ય જોડે સાથે આવેલો પતિ કોરોના પોઝિટિવ
  • ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો 1997માં છૂટો પડયા બાદ BJP નું બહુમત શાસન આવ્યું છે

WatchGujarat. ભરૂચના ભાગલા એટલે કે 26 વર્ષે નર્મદા જિલ્લો અલગ પડ્યા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું એક હથ્થું સુકાન BJP ના હાથમાં આવ્યું છે. ભાજપે જિલ્લા પંચાયત 34 પૈકી 27 બેઠકો સર કરવા સાથે 4 પાલિકા અને 7 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાવી દઇ કોંગ્રેસ-BTP નો છેદ ઉડાવી દીધો હતો. ભરૂચ જિલ્લા પંચાયત માં ભાજપના સુકાન બાદ પેહલી મળેલી ખાસ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ બીજી સભા બજેટની મળી હતી.

આજે ખાસ મળેલી ત્રીજી સભામાં 8 સમિતિઓના ચેરમેન અને સભ્યો નીમવામાં આવ્યા હતા. કોવિડ 19 વચ્ચે પટાંગણમાં પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ ભરત પટેલ અને DDO અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં વિવિધ 8 સમિતિની રચના પેહલા 34 સભ્યોના રેપીડ ટેસ્ટ કરાયા હતા. સેનેટાઇઝર બાદ કરાયેલા રેપીડ ટેસ્ટમાં તમામ 34 સભ્યો કોરોના નેગેટિવ આવ્યા હતા જ્યારે મહિલા સભ્ય સાથે આવેલા તેના પતિ પોઝિટિવ આવતા 108 બોલાવી RT-PCR ટેસ્ટ માટે મોકલી અપાયા હતા.

તમામ સભ્યો અને બેઠકમાં હાજર અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ઉકાળાનું વિતરણ સાથે સભાની શરૂઆત સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરાઈ હતી. જેમાં કારોબારી સમિતિમાં પહેલીવાર ચેરમેન તરીકે મહિલા પદમાબેન વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે ધર્મેશ મિસ્ત્રીની નિમણુંક થઈ હતી. વિવિધ 8 માંથી 5 સમિતિના અધ્યક્ષ તરીકે મહિલાની વરણી કરાઈ હતી.

કારોબારીમાં 9 સભ્યો, શિક્ષણમાં 9, જાહેર આરોગ્યમાં 5, બાંધકામ સમિતિમાં 5 સભ્યો, અપીલ સમિતિમાં 5, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં 5 સભ્યો, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં 5 સભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિમાં 6 સભ્યોની નિમણુંક કરાઈ હતી.

વિવિધ 8 સમિતિઓ માટે સભ્યોની દરખાસ્ત સંજયસિંહ સિંધા એ કરી હતી જ્યારે ટેકો ધર્મેશ મિસ્ત્રીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 26 વર્ષ બાદ ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપ 34 માંથી 27 બેઠકો જીતી એકલા હાથે સુકાન સાંભળ્યું છે. જિલ્લા પંચાયતમાં કિંગમેકર ગણાતા BTP ને માત્ર 3 બેઠક અને કોંગ્રેસને પણ માત્ર 4 બેઠકો મળી હતી.

8 સમિતિઓના ચેરમેન

– કારોબારી – પદમાબેન વસાવા
– બાંધકામ – ધર્મેશ મિસ્ત્રી
– શિક્ષણ – અલ્પેશ વસાવા
– આરોગ્ય – આરતીબેન પટેલ
– અપીલ – અલ્પાબેન પટેલ
– સિંચાઈ – રંજનબેન ગોહિલ
– મહિલા બાળ વિકાસ – વર્ષાબેન વસાવા
– સામાજિક ન્યાય – રમેશ વસાવા

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud