• એક્સપ્રેસ ગૃપ(Express Group) દ્વારા ટેક ઓવરના નિર્ણયને લઇને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ પાસેથી આખરી મંજુરીની રાહ જોવામાં આવી રહી છે.
  • નિસા લેઇઝર લી (NLL) કંપનીના માલિક પુર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તા હતા
  • કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ને ટેકઓવર કરવાને કારણે એક્સપ્રેસ ગૃપ(Express Group)ની ક્ષમતામાં વધુ 800 રૂમોનો વધારો થશે

WatchGujarat. ગુજરાતમાં 4 સ્ટાર હોટેલ ચેઇન ધરાવતા એક્સપ્રેસ ગૃપ દ્વારા ફડચામાં ગયેલા નિસા લેઇઝર લી (NLL) થકી સંચાલિત કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ને ટેક ઓવર કરવામાં આવી છે. કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ની નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન વડોદરાના જાણીતા એક્સપ્રેસ ગૃપ દ્વારા કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ને ટેક ઓવર કરવામાં આવી છે. જેને કારણે હવે વડોદરાના એક્સપ્રેસ ગૃપ (Express Group) ની પ્રીમીયમ હોટેલ ચેઇનમાં વધારો થશે.

નિસા લેઇઝર લી (NLL) કંપનીના માલિક પુર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તા હતા. સંજય ગુપ્તાનું તેમની ફરજ દરમિયાન અમદાવાદ મેટ્રો રેલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાર બાદ તેમના વિરૂદ્ધ અનેક કૌભાંડની ચીઠ્ઠા ખુલ્યા હતા. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિસા લેઇઝર લી દ્વારા લક્ઝુરીયસ હોટેલ ચેઇન કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) નું સંચાલન કરવામાં આવતું હતું. તાજેતરમાં નિસા લેઇઝર લી. કંપની દ્વારા નેશનલ કંપની સામે લો ટ્રીબ્યુનલ (NCLT) માં ફડચાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન વડોદરા સહિત અનેક શહેરોમાં 4 સ્ટાર હોટેલ ચેઇન ધરાવતા એક્સપ્રેસ ગૃપે (Express Group) કેમ્બે ગૃપની હોટેલ્સ ટેકઓવર કરી હોવાની માહિતી મળી રહી છે. એક્સપ્રેસ ગૃપ (Express Group) ની વડોદરા અને જામનગરમાં હોટેલ આવેલી છે. અને તેનું સફળતા પુર્વક સંચાલન કાર્ય ચાલી રહ્યું છે. તાજેતરમાં એક્સપ્રેસ ગૃપ પાસે 376 રૂમો ધરાવી ફેસીલીટી ઉપલબ્ધ છે. કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ને ટેકઓવર કરવાને કારણે એક્સપ્રેસ ગૃપની ક્ષમતામાં વધુ 800 રૂમોનો વધારો થશે. કેમ્બે હોટેલ્સ (Cambay Hotels) ની અમદાવાદ, ગાંધીનગર, ઉદેપુર, જયપુર ખાતે લક્ઝુરીયસ હોટેલ આવેલી છે. એક્સપ્રેસ ગૃપ દ્વારા ટેક ઓવરના નિર્ણયને લઇને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT) પાસેથી આખરી મંજુરીની રાહ જોવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud