NCW કોઈ સોશિયલ વર્ક નથી કરતું, બિકાઉ ઓર્ગેનાઈઝેશન છે
સમગ્ર મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતના DGP આશિષ ભાટિયાની ઓફિસને જુલાઈ-2020માં અરજી મોકલી હતી
સંદર્ભે વડોદરાના આરોપી સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી આકાશ જૈનની ધરપકડ કરી હતી.
WatchGujarat. રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)ની ટ્વીટર સાઈટ પર ટેગ કરી યુવક આકાશ જૈને અભદ્ર શબ્દો સાથેના સંદેશા લખ્યા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચની ટીમે વડોદરાના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_84799" align="aligncenter" width="502"] આકાશ જૈનની પોલીસે ધરપકડ કરી[/caption]
વડોદરાના આકાશ જૈને રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વીટર હેન્ડલ @ncwindia અને @sharmavrekha ને ટેગ કરી અશોભનિય શબ્દો સાથે સંદેશા લખ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગ કોઈ સોશિયલ વર્ક કરતું નથી. આ લોકોને પૈસા બસ પૈસા જોઈએ. બીકાઉ ઓર્ગેનાઇઝેશન જેવી ભાષા અને અપશબ્દોનો પ્રયોગ કરી લખાણ લખ્યું હતું.
સમગ્ર મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતના DGP આશિષ ભાટિયાની ઓફિસને જુલાઈ-2020માં અરજી મોકલી હતી. જે અરજી અંગે તપાસ કરી સાયબર સેલના PSI એસ.જે.પટેલે ફરિયાદી બની આકાશ જૈન (રહે. લક્ષ્મીધામ સોસાયટી, વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનામાં આરોપી વિરુદ્ધ IT એકટની કલમ 67 લગાવી હતી. હાલ PI એમ.એન.દેસાઈ કેસની તપાસ ચલાવી રહયા છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દેશભરમાં મહિલાઓના હક અને અધિકાર માટે કામ કરતી રાષ્ટ્રીય સંસ્ખા છે. વડોદરાના ગોરવાના યુવકે રાષ્ટ્રીય મહિલા આયોગ અને તેના ચેર પર્સનને ટેગ કરીને ટ્વીટ કર્યા હતા. જેમાં સંસ્થાની કામગીરીને લઇને આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંઘાતા અમદાવાદ સાયબર ક્રાઇમે મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.