• માંજલપુર વૈકુંઠ એપાર્ટમેન્ટમાં ગત સાંજે બનેલી ઘટના
  • યુવતિએ દરવાજુ ખોલતા બેડરૂમમાં પરિણીતા નિર્વસ્ત્ર હાલતમાં ગળે ફાંસો ખાઇ લટકી રહીં હતી.
  • ત્રણ મહિના અગાઉ જ યુવતિએ CISFના જવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
  • પરિણીતાએ ટુંકા લગ્ન જીવનમાં રહસ્યમય રીતે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા

WatchGujarat. શહેરના માંજલપુર વિસ્તારમાં મિત્રના ઘરે રોકાણ કરવા માટે આવેલી પરિણીતાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘરમાં રહેતી યુવતિ નોકરી પરથી પરત ફરી ત્યારે તેણે ઘરમાં પરિણીતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. તેમજ પરિણીતાને નિર્વસ્ત્ર જોઇ રૂમ પાર્ટનર યુવતિ ચોંકી ઉઠી હતી. બનાવ અંગે યુવતિએ પરિણીતાના પતિને ફોન કરી જાણ કરતા તે તાત્કાલિક દોડી આવ્યો હતો. દરમિયાન પોલીસને ઘટનાની જાણ થતા જ તેઓ પણ આવી પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 29 વર્ષિય યોગીતા કનોજીયા ખાનગી મોલમાં ફરજ બજાવે છે. યોગીતાના લગ્ન બાદ છુટાછેડા થઇ જતા તે વૈકુંઢ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડે મકાન રાખી રહે છે. યોગીતા તેની અન્ય બહેનપણી થકી ત્રણ મહિના અગાઉ મૃતક શીતલના સંપર્કમાં  આવી હતી. શીતલ અને યોગીતા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાતા બંને એક સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જો કે, 15 દિવસ પહેલા શીતલે યોગીતાને જણાવ્યું કે,  મારા પતિ નોકરીમાંથી રજા લઇને આવે છે. એમ કહીને તે જતી રહી હતી.

જો કે, 14 માર્ચના રોજ શીતલ અને તેનો પતિ યોગીતા બેનના ઘરે આવ્યા હતા. અને આજના દિવસે અહિંયા રોકાવવું છે કાલે જતા રહીશું તેમ કહીને રોકાયા હતા.  15 માર્ચના રોજ સવારે યોગીતા બેન તેના નિત્યક્રમ પ્રમાણે ટીફીન બનાવી નોકરી પર જવા નિકળી હતી.  તે વખતે તેણે શીતલને પુછતા જણાવ્યું હતું કે, અને સાંજે નીકળી જઇશું.

સાંજે નોકરી પરથી યોગીતા ઘરે આવી ત્યારે તેણે જાળી ખુલ્લી જોઇ હતી. અને લાકડાનો દરવાજો બંધ હતો. જેથી દરવાજાને ધક્કો મારી ધરમાં પહોંચી હતી. જ્યાં બેડરૂમમાં પરિણીતા શીતલે પંખાના હુકમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી અને નિર્વસ્ત્ર હાલતમાં જોઇ ચોંકી ઉઠી હતી. ગભરાઇ ગયેલી યોગીતાએ તાત્કાલીક પરિણીતાના પતિ રાહુલ પરમારને ફોન કરી જાણ કરી હતી. જેથી રાહુલ તાત્કાલિક ઘરે પહોંચી ગયો હતો. દરમિયાન માંજલપુર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ પરિણીતાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેરના છેવાડે આવેલા માણેજા સ્થિત બાકેરી ફ્લેટ્સમાં રહેતી મહિલાએ 7 માં માળેથી કુદીને જીવન ટુંકાવ્યું હતું. શહેરમાં ચિંતાજનક રીતે આત્મહત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. અને તે અંગે લોકોએ જાગૃત થઇને સંયુક્ત રીતે પ્રયાસો હાથ ધરવા પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud