• કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝમાનું મહત્વ રહેલું છે
  • કોરોનાથી સાજા થયેલા લોકો 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. 
  • અછત દૂર કરવા શહેર ભાજપ દ્વારા દરેક હોદ્દેદાર અને કાઉન્સીલરોને પ્લાઝમા ડોનેશન માટેની કોમગીરી સોંપવી જોઇએ
  • સાજા થયેલા દર્દીના પ્લાઝમાં કોરોનાના દર્દીને ચઢાવવામાં આવતા તેની રીકવરી જલ્દી થાય
  • મેયરે જાતે જ પ્લાઝમાં ડોનેશન માટે આગળ આવીને લોકોને પણ આગળ આવવા માટે પ્રેરણા આપે તેવું ઉદાહરણ પુરૂ પાડ્યું

Watchgujarat. રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં હાલ ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન, સહિતની વસ્તુઓની ઉપલબ્ધીની અછત છે. આવા સમયે પ્લાઝમાની પણ માગ વધા તેની અછત સર્જાઇ રહીં છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે ખરેખર પ્રજાને નેતાઓની જરૂર છે, ત્યારે નેતાઓ દેખાતા તેમજ મદદે પણ આવતા નથી તેવી અનેક ફરીયાદો ઉઠી રહીં છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જે કરવું શક્ય છે તેવી પ્લાઝમાની મદદ માટે પણ કોઇ સ્વેચ્છાએ આગળ આવતુું નથી. તેવા સમયે શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાએ પ્લાઝમાં ડોનેટ કરીને અન્યને પણ પ્લાઝમાનું ડોનેશન આપવા માટે પ્રેર્યા છે. મેયર દ્વારા પ્લાઝમાં ડોનેશનની પ્રેરક કામગીરી સરાહનાને પાત્ર છે. શહેરમાં કોરોના ગ્રસ્ત થયેલા અનેક નેતાઓએ પ્લાઝમાં ડોનેટ કર્યું નથી. તેવા લોકોએ મેયરના ઉદાહરણ પરથી શીખ લઇને પ્લાઝમાં ડોનેટ કરવું અને કરાવવું જોઇએ.

કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝમાનું મહત્વ રહેલું છે. કોરોનાથી સાજા થયેલા દર્દીના શરીરમાં એન્ટીબોડીઝ બને છે. સાજા થયેલા દર્દીઓ 28 દિવસના સમયગાળા બાદ પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. સાજા થયેલા દર્દીના પ્લાઝમાં કોરોનાના દર્દીને ચઢાવવામાં આવતા તેની રીકવરી જલ્દી થતી હોય છે. જેને લઇને પ્લાઝમાંથી માંગ ભારે રહે છે. લોકોમાં પ્લાઝમાં અંગે જાગૃતિ ઓછી હોવાથી વધુ લોકો આગળ આવી નથી રહ્યા, જેને પગલે અછત સર્જાઇ છે.

વડોદરાના પ્રથમ નાગરિક મેયર તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ રિકવર થયા હતા. તેઓ આજે એસએસજી હોસ્પિટલ ખાતે પ્લાઝમાં ડોનેશન કરવા પહોંચ્યા હતા. એસએસજી હોસ્પિટલ ખાતે પ્લાઝમાં ડોનેટ કરીને અન્યને પણ પ્લાઝમાં ડોનેશન કરવા માટે પ્રેર્યા હતા. મેયરે જાતે જ આગળ આવીને લોકોને પણ આગળ આવવા માટે પ્રેરણા પુરૂ પાડે તેવું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

મેયર કેયુર રોકડિયા પ્લાઝમાં ડોનેશન કરી રહ્યા હતા દરમિયાન વડોદરાના ઉચ્ચ રાજકીય હસ્તીઓ હાજર રહીં હતી. ઉલ્લેખનીય છે કે, જે રીતે ભાજપ દ્વારા લ્બડની અછત પુરી કરવા માટે ઠેર ઠેર બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેજ રીતે શહેર ભાજપ દ્વારા જો દરેક કાઉન્સીલરને તેમના વિસ્તારમાં કોરોના ગ્રસ્ત વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરાવવાની જવાબદારી સોંપવામાં આવે તો વડોદરાના અનેક જરૂરીયાતમંદોને પ્લાઝમા પુરો પાડવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોના કાળમાં હોસ્પિટલમાં બેડ, દવાઓ – ઇન્જેક્શન, ઓક્સિજન સહિતની સમસ્યાઓ પડી રહી છે. તેવા સમયે વડોદરાના મેયરે આગળ આવીને પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. મેયરની જેમ અન્ય રાજકારણીઓએ પણ પ્લાઝમાં ડોનેટ કરવા અને કરાવવા જોઇએ. જેને કારણે શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની રીકવરી રેટમાં વધારો થઇ શકે છે. એટલું જ નહિ પ્લાઝમાં થકી આપણી કોરોના સામેની લડાઇ મજબુત બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud