• ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મિડીયા કર્મીને ધમકી, ‘હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ’
  • દિપક શ્રીવાસ્તવને ભાજપામાંથી ટીકીટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું
  • દિપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાની માંગ ઉઠતા વિવાદ ઉભો થયો

WatchGujarat. દુનિયામાં સૌથી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી છે. શિસ્તને વરેલી પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ નહિ મળતા તેણે અપક્ષ ઉમેદવારી કરી હતી. રાજકારણમાં કોંગ્રેસને સગાવાદ મામલે સાણસામાં લેતી ભાજપમાં પણ નેતાઓને ટીકીટ મેળવવા માટેનો સગાવાદ કોઇથી છુપો નથી. તેવા સમયે શિસ્તને વરેલી ભાજપના ધારાસભ્યને પત્રકારને પતાવી દેવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. હવે એ જોવું રહ્યું કે, પાર્ટી ધારાસભ્ય સામે શિસ્ત ભંગ કરવા બદલ કોઇ કાર્યવાહી કરે છે કે નહિ તે જોવું રહ્યું.

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવા પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપામાંથી ટીકીટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ચુંટણી ફોર્મની ચકાસણી વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દિપક શ્રીવાસ્તવના ફોર્મ અંગે પ્રશ્નો પુછતા તેઓ રોષે ભરાયા હતા. અને જાહેરમાં મિડીયા કર્મીને કહ્યું કે, હવે પુછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ.

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે વિવાદોનો જુનો નાતો છે. અગાઉ પણ ધારાસભ્ય તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. ચાલુ વર્ષે ભાજપા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા 60 વર્ષથી વધુના ઉમેદવાર, ચુંટાયેલા પ્રતિનીધીના સગા અને હોદ્દો ધરાવતા વ્યક્તિને ટીકીટ નહિના નિયમો જાહેર કર્યા હતા. જેને કરાણે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તનવા પુત્રને ભાજપા દ્વારા ટીકીટ નહિ આપવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે. બીજી તરફ દિપક શ્રીવાસ્તવે ભાજપામાંથી ટીકીટ નહિ મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. અને આજે ફોર્મની ચકાસણી ચાલી રહી છે.

દિપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાની માંગ ઉઠતા વિવાદ ઉભો થયો છે. આ મામલે આજે સવારે મિડીયા કર્મી સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય રોષે ભરાયા હતા. અને જાહેરમાં મિડીયા કર્મીને કહી દીધું હતું કે, હવે પુછીશ તો તને પતાવી દઇશ, અહિં માણસને કહીને ઠોકાવી દઇશ.

તમારી પાસે પ્રુફ હોય તો લાવો. બાકી વાત કરતા પહેલા વિચાર કરજો

માત્ર એટલું જ નહિ પરંતુ તેમણે દિપક શ્રીવાસ્તનવા સંતાનો વિશે પુછતા ગોળગોળ જવાબ આપતા કહ્યું હતું કે, હવે પછી બોલસો કે, મારા પુત્રને 3 સંતાન છે, તમારી ઉપર દાવો કરીશ અને કેસ કરીશ. 3 સંતાન નથી બે જ છે, પહેલા જ્યારે ચૂંટણી જીત્યો ત્યારે એક સંતાન હતું, હવે બીજુ છું, 3 સંતાન છે જ નહીં, તમારી પાસે પ્રુફ હોય તો લાવો. બાકી વાત કરતા પહેલા વિચાર કરજો. જે દાવો કરે છે તેની સામે પણ કેસ કરીશ અને કોર્ટમાં ખેંચી જઇશ. અપક્ષમાં ફોર્મ ભર્યું છે. ચૂંટણી અધિકારી તેનો નિર્ણય કરશે. 3 નહીં વાઘોડિયા મત વિસ્તારમાં ટોટલ 47 હજાર છોકરાઓ છે એમના. હવે કંઇ કહેવુ છે.

હવે ના પૂછો છો તો સારૂ, નહીં તો બીજી વખત ઉભો પણ નહીં રાખીશ

પુત્ર મામલે પ્રશ્નોથી છંછેડાયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારો પુત્ર એક હજાર ટકા ચૂટણી લડવાનો છે, એમાં કોઇ નવાઇ નથી. આવી રીતે તમે કડવા શબ્દો પૂછો છો, હવે ના પૂછો છો તો સારૂ, નહીં તો બીજી વખત ઉભો પણ નહીં રાખીશ. આટલુ ધ્યાન રાખજો. બીજુ કંઇ પૂછીશ નહીં, નહીં તો અહીં જ તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ, આટલુ ધ્યાન રાખજે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud