• કરનાળી-ચાણોદમાં અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, કોરોનાએ જીવન તો છીંવ્યું, હવે મૃત્યુ પછી અસ્થિ વિસર્જનની આસ્થાનો અધિકાર પણ
  • ચાણોદ અને કરનાળી જુથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો
  • દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક

WatchGujarat. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જતા હોવા ઉપરાંત મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે ત્યા મૃતકોના અગ્નિ સંસ્કાર, નર્મદા કિનારે ક્રિયાકરમ અને અસ્થિ વિસર્જન માટે લાઈનો પડી રહી છે.

બીજી તરફ સરકાર ની ગાઈડલાઈન મુજબ મૃત્યુ પ્રસંગ માં 50 થી વધુ લોકોને જવાની મનાઈ છે જોકે નર્મદા એ પવિત્ર નદી ગણવામાં આવે છે અને નર્મદા ના ચાણોદ ખાતે આવેલ ઉત્તર વાહીની નર્મદા નદી અને જેમાય આ જ જગ્યા એ ત્રિવેણી સંગમ થતા ગંગા અને યમુના જેટલું જ ધાર્મિક સ્થળ ગણવામાં આવે છે.

નદી કિનારે પણ હવે વિધિ માટે 5 થી વધુ લોકોને જવા દેવાતા નથી છતાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે લોકો નિયમો તોડીને નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા રાજ્યભરમાંથી આવી રહ્યા છે ત્યારે દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં આવતા લોકો માટે બ્રેક લગાવી દેવાઈ છે.

કરનાળી જુથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવી બહારના લોકોને ગ્રામ માં પ્રવેશ કરવો નહીં તેવો આદેશ કરી દેવાયો છે. કરનારી જુથ ગ્રામ પંચાયતે જાહેર જનતાને આ અંગે અપીલ કરી છે કે, કોરોનાનો વધુ ફેલાવો ના થાય તે માટે કરનારી ગ્રામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેથી બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિવિસર્જન એ કરનારી ગામમાં પ્રવેશ નહીં કરવા ગ્રામ પંચાયતે નિર્ણય કરી પ્રવેશ બંધી ફરમાવી દીધી છે.

કોરોનામાં થતા મૃત્યુમાં પરિવારજનો મોતનો મલાજો પણ લાચારિવશ પાળી શકે તે અવસ્થામાં રહ્યા નથી ક્યાંક તો સ્વજનનો અંતિમ ચહેરો પણ જોવા મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં મૃત્યુ બાદ પવિત્ર નર્મદા નદીમાં અને ત્રિવેણી સંગમ ચાંદોદ- કરનાળીમાં અસ્થિ વિસર્જનની આસ્થા પણ કોરોનાએ છીનવી લીધી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud