• કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરથાણા ટોલનાકા ઉપર કર્મીઓ વાહન ચેકીંગમાં હતા
  • બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી

WatchGujarat. જિલ્લા એલસીબી ટિમ દ્વારા કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી એક આઇસર ટેમ્પામાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

કરજણ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ મસૂલભાઈ દલાભાઈભુપતભાઇ વિરમભાઈ.હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર શિવશંકર ભાઈ અને અન્ય કરજણ પોલીસ સ્ટાફના માણસો કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરથાણા ટોલનાકા ઉપર વાહન ચેકીંગ માં હતા. તે સમયે બાતમી મળી હતી કે, એક મરૂન કલરની આઇસરમાં દારૂનો જથ્થો મુંબઇ તરફથી ભરી લઈ વાયા ભરૂચ કરજણ થઈ વડોદરા તરફ જનાર છે.

બાતમી આધારે  નેશનલ હાઇવે નંબર 48 પર ભરથાણા ટોલનાકા ઉપર બે પંચોના માણસોને સાથે રાખી વોચમાં હતા. તે સમયે બાતમી વાળી આઇસર ટેમ્પો નંબર GJ 05 AZ 2035 આવતા તેના ચાલકને ઉભો રાખી તપાસ કરતવામાં આવી હતી. પ્રાથમિક રીતે જોતા આઇસર ટેમ્પામાં પુઠા ભરેલો જોવા મળ્યા હતા. પરંતુ ટેમ્પાના કેબીનમાં જઇને જોતા પુઠા વચ્ચે રાખેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

આઇસર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ 228 કુલ બોટલો નંગ 3156 કિંમત રૂપિયા 10 06 800 તથા આઇસર ગાડીની કિંમત રૂપિયા 7,00,000 અને મોબાઈલ ફોન કિંમત 5000 હજાર કુલ મડી રૂપિયા 17,12,800 નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી આગરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud