WatchGujarat. ઉત્તરાયણના ચાર દિવસ પહેલા પતંગના દોરા વળે ગળું કપાયાની ઘટના સામે આવી હતી. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવા સમયે લોકો ટુ વ્હીલર પર અથવાનો ચાલતા તકેદારી રાખીને મુસાફરી કરે તે જરૂરી છે.
ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે પતંગ ચગાવવાનું શરૂ થઇ જાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ પતંગ ચગતી જોવા મળે છે. દરમિયાન કપાયેલી પતંગના દોરા ક્યારેક જીવલેણ અકસ્માત સર્જી નાંખે તેવી ઘટનાઓ દર વર્ષે સામે આવતી હોય છે. ચાલુ વર્ષે પગંતના દોરાને કારણે ગળું કપાવવાની ઘટના રવિવારે સાંજે સામે આવી હતી. રવિવારે સાંજે પાણીગેટ રોડ પર આવેલી મેમણ કોલોની નજીક રાહદારીના ગળામાં દોરો ફસાયો હતો. દોરો ફસાવવાને કારણે ગળાના ભાગે ચીરો પડી ગયો હતો. રાહદારીએ સમયસુચકતા વાપરીને દોરો કાઢી નાંખતા ગંભીર ઘાયલ થતા બચી શક્યો હતો.
ગળાના ભાગે ચીરો પડતાની સાથે રાહદારી તાત્કાલીક તબિબિ સારવાર મેળવવા દવાખાને પહોંચ્યો હતો.