દેવેન્દ્રકુમારને રેલવે બોર્ડમાં પ્રિન્સિપાલ એક્ઝિક્યુટિવ કોચિંગ ડાયરેકટર તરીકે મુકાયા
ગુડગાંવ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ટોપર રહેતા 1999 માં વડાપ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો હતો
WatchGujarat. પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગના વિભાગીય રેલ્વે મેનેજર DRMનો પદ શુક્રવારે અમિત ગુપ્તા એ સંભાળ્યો છે. આ પહેલા, તેઓ જીએમઆરસી ગુજરાત રેલવે મેટ્રો પ્રોજેકટ લોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર, કોર્પોરેટ પ્લાનિંગ, જેમ કે મેટ્રો રેલ લાઇન શરૂ કરવા અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ II અને સુરત મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે નજીકથી સંકળાયેલા હતા.
ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ મેકેનિકલ એન્જીનિયર્સના અધિકારી અમિત ગુપ્તા છે. જેમણે 1991 માં જમાલપુરથી સ્પેશ્યલ ક્લાસ રેલ્વે એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા પછી ભારતીય રેલ્વેમાં જોડાયા હતા. તેમને ટ્રેન ઓપરેશન્સ, ડીઝલ લોકમોટિવ મેન્ટેનન્સ, કોચિંગ સ્ટોક મેન્ટેનન્સ, સ્પ્રિંગ મેન્યુફેક્ચરીંગ અને નવી મેન્ટેનન્સ વર્કશોપ સ્થાપવાની, મિકેનિકલ લોન્ડ્રીઝ અને મેન્ટેનન્સ વર્કશોપનું આધુનિકરણ જેવા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં કામ કરવાનો અનુભવ છે.
તેમણે 1999 માં ભારતના ગુડગાંવ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકોત્તર કર્યો છે અને કાર્યક્રમમાં ટોચ પર રહેવા માટે વડા પ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નવા વડોદરા DRM એ છેલ્લાં 30 વર્ષના કાર્યકાળ દરમ્યાન પૂર્વ રેલ્વે, મધ્ય રેલ્વે, ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તર પશ્ચિમ રેલ્વે, પશ્ચિમ રેલ્વે, રેલ્વે બોર્ડ અને ગુજરાત મેટ્રો રેલ નિગમ (જીએમઆરસી) જેવી અનેક ઝોનલ રેલ્વેમાં સેવા આપી છે.