• પાદરાના ધાયાજ ગામે આવેલા ખેતરમાં નવાપુરા વણકરવાસમાં રહેતા યુવકની ધાતકી હત્યા કરાઇ હતી.
  • ગોરવાના માથાભારે અભિજીત ઉર્ફે અભિ ઝાએ 18 વર્ષીય હિતેશને બરફ તોડવાનુ ખીતુના ઘા ઝીંકી હત્યા કરી
  • ભાઇ ગીરીના વિડિઓ બાબતે બે ગેંગ વચ્ચે મારા મારી થયા બાદ ખૂની ખેલ ખેલાયો હતો.
  • પાદરા પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસની બે જુદી જુદી ફરીયાદ નોંધી
  • હત્યાના ગુનામાં પોલીસે અભિ ઝા, કૌશલ પટેલ સહીત 6ની ધરપકડ કરી છે.
  • હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

WatchGujarat. વર્ષના આખરી દિવસની ઉજવણી પાદરામાં જીવલેણ સાબિત થઈ હતી. મિત્રો ભેગા થઇને પાર્ટી કરી રહ્યા હતા. દરમિયાન ઓનલાઇન વિડીયો જોઇને એકબીજાને હું પણ ભાઇ છું તેવું જતાવવા મુદ્દે બોલાચાલી શરૂ થઇ હતી. બોલાચાલી ઉગ્ર થતા મારા મારી સુધી પહોંચી હતી. જેમાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વણકરવાસમાં રહેતા યુવકની ગોરવાના માથાભારે અભિ ઝાએ ધાતકી હત્યા કરી હતી. 18 વર્ષીય યુવકની હત્યાના બનાવમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. તેમજ આ ગુના સંદર્ભે પાર્ટીમાં શામેલ 4 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે.

વડોદરાના ગોરવા – સમતા વિસ્તારમાં રહેતા યુવાનોએ પાદરાના ધાયજ ગામમાં આવેલા ખેતરમાં ન્યુ યર પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. અને તેની માટે શહેરના અકોટા વિસ્તારમાં આવેલા જાણીતી એ – 1 સલુનની સામેના ખાંચામાંથી ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલો ખરીદવામાં આવી હતી. અને ત્યાર બાદ પાદરા ખાતેથી ચીકન લેવામાં આવ્યું હતું. પાર્ટીમં કૌશલ બિપીન પટેલ (રહે- કુંભ સોસાયટી, બાપુની દરગાહ પાસે, ગોરવા), ભાવીન ઉર્ફે બાલા ચંદ્રકાંતભાઇ પરમાર (જય રાણેશ્વર સોસાયટી, સમતા), વિરાટ ઉર્ફે બટકો વિજયભાઇ આચાર્ય (રહે- સ્વતંત્ર સેનાની નગર, સમતા), દેવેન્દ્ર ઉર્ફે મામા ઉર્ફે દર્શન સતપાલસિંગ ચૌધરી (ભાગ્ય લક્ષ્મી સોસાયટી, પાવનધામ), હિતેષભાઇ મનોજભાઇ પરમાર (વણકરવાસ) તથા અભીજીત ઉર્ફે અભી ઝા (અમૃતનગર લક્ષ્મીપુરા) તથા સુજીત ઉર્ફે ડેની ભીમસિંહ પરમાર (અરૂણ એપાર્ટમેન્ટ, સુભાનપુરા) હાજર હતા.

 

ગુરૂવારે મોડી રાત્રે પાદરા નજીકના ધાયજ ગામના ખેતરમાં પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન અભિજીત વિડીયો બતાવીને બોલી રહ્યો હતો કે જોજો મેં ઇલોરા પાર્કમાં ત્રણ લોકોને ખંજર માર્યુ હતુ તે સીન હવે આવશે, માથાભારે અભિજીત જાણે પોતે મોટો ભાઇ છે તેવો દેખાડો કરી રહ્યો હતો. વિડીયોને કારણે હિતેષ અને અભિજીત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિડીયો જોતા હિતેષે અભિજીતને કહ્યું કે, “બસ ભાઇ હવે તારા ભાઇગીરી વાળા વિડિઓ બંધ કર”. આમ, કહેતાની સાથે જ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી વખતે એક જુથ થઇને અભિજીત અને તેના સાગરીતોએ હિતેશ ઉપર તુટી પડ્યાં હતા.

 

જેમાં કૌશલ પટેલે લાકડુ લઇ હિતેશના માથાના ભાગે મારી દીધુ હતુ. જ્યારે અભિજીતએ નજીકમાં પડેલુ બરફ તોડવાનુ ખોતી લઇ હિતેશની છાતી અને કાનના ભાગે ઘાં ઝીંકી દીધા હતા. હુમલાકોરોનુ આટલેથી પેટ ન ભરાયુ તો લોહીમાં લથબત પડેલા હિતેશને ગડદાપાટુનો માર મારી ફરાર થઇ ગયા હતા.

દરમિયાન હિતેશના ભાઇ ભાવેશ પરમાર તેમજ અન્ય લોકો ઝગડામાં વચ્ચે પડતા તેમણી ઉપર પણ આ માથાભારે ટોળકીને હુમલો કર્યો હતો. જોકે ગંભીર રીતે ઘવાયેલા હિતેશ વણકરને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃતજાહેર કરવામાં આવ્યો હતો. પાદરા પોલીસે યુવકની હત્યા મામલે અભિજીત ઉર્ફે અભિ ઝા, કૌશલ પટેલ સહીત 6ની ધરપકડ કરી છે.

જ્યારે બીજી તરફ આ મામલે કૌશલ પટેલે પાદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તે અભિજીત ઉર્ફે અભિ ઝા સહિતના અન્ય લોકો પાર્ટી 3 ડી પાર્ટી કરવા માટે પાદરાના ધાયજ ગામે 31 ડિસેમ્બરના રોજ ભેગા થયા હતા. જેમાં વિડીયો જોયા બાદ હું ભાઇ છું તેવું સાબિત કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઇ હતી. જેમાં અભિ અને તેના સાગરીતો દ્વારા હિતેષ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં હિતેષ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલો કર્યા બાદ અભિ ઝા અને તેના સાગરીતો સ્થળ પરથી ફરાર થયા હતા. દરમિયાન હિતેષને સારવાર અર્થે નજીકના દવાખાનામાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud