• કરજણના સંભોઈ ગામે રહેતા યુવકનું મે ના પ્રથમ સપ્તાહમાં  જસાપુરા ગામે રહેતી યુવતિ સાથે થયા
  • લગ્નના બીજા દિવસે નવયુગલ પૈકી યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને સારવાર અર્થે લઇ જવાયો
  • તબિબિ ચકાસણીમાં કોરોના પોઝીટીવ આવતા યુવકની સારવાર શરૂ કરાઇ
  • 13 દિવસની સારવાર બાદ યુવકનું મોત નિપજતા નવદંપત્તિનો સંસાર શરૂ થાય તે પહેલા જ વિખેરાયો

WatchGujarat. કોરોના મહામારીમાં કેટલાય લોકોના પરિવાર વિખેરાયા છે. વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગરનો સંસાર માત્ર 13 દિવસમાં વિખેરાઇ ગયાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરજણમાં રહેતા યુવક કોરોના પોઝીટીવ થયાનું નિદાન લગ્નના બીજા દિવસે થયું હતું. ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા નવયુગલનો સંસાર શરૂ થાય તે પહેલા જ વિખેરાઇ ગયો હતો.

ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર, કરજણના સંભોઈ ગામે રહેતા યુવકનું મે ના પ્રથમ સપ્તાહમાં  જસાપુરા ગામે રહેતી યુવતિ સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે નવયુગલ ઘરે આવીને પોતાનો સંસાર શરૂ કરે ત્યાં તો યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. તબિબોએ યુવકનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને લઇને પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઇ હતી.

યુવકને સારવાર અર્થે વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન યુવકને શ્વાસની તકલીફોમાં વધારો થતા તેને વધુ સારવાર અર્થે ગોત્રી મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખીને તેની સારવાર ચાલી રહી હતી.

કરજણના યુવકનું ગોત્રી હોસ્પિટલ ખાતે 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. જેને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. લગ્ન બાદ પોતાના સંસારીક જીવનમાં પગ માંડે તેની શરૂઆતમાં જ કોરોનાએ નવદંપત્તિના જોડેના વિખેરી નાંખ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સોપો પડી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય હાલ કોરોનાની મહામારીના કટોકટી ભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે તમામ લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને વેક્સીન મુકાવે તે જરૂરી છે. કોરોના સામેની નાની અમથી પણ બેદરકારી જીવલેણ સાબિત નિવડી શકે છે. કોરોના સામે લડવા માટે તમામ લોકો કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરે તે જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud