• કોરોનાની સ્થિતીને કારણે હાલ સરકાર દ્વારા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે
  • ગત રોજ નમાઝ પઢીને સરવન ટેકરા પાસે ગલી બહાર બેઠેલા યુવકને ડી સ્ટાફના માણસે આવી તેની પુછપરછ કરી
  • મારા પુત્રને બેરહેમી પુર્વક માર ખાધેલો જોઇને પિતાની પણ તબિયત બગડી

Watchgujarat.  ગત રોજ રાત્રી કર્ફ્યુ દરમિયાન ગલીના નાકે બેઠેલા યુવકને પોલીસે બેરહેમી પુર્વક મારતા યુવકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પુત્રને બેરહેમી પુર્વક માર ખાધેલો જોઇને પિતાની તબિયત બગડતા તેઓને પણ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો તે પિતાને ટુંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

શહેરના મચ્છીપીઠ ખાતે આવેલા સરવન ટેકરા વિસ્તારમાં 20 વર્ષિય અકીબ ઐયુબમીયા શેખ તેના પરિવાર સાથે રહે છે. અને તે કલરકામ કરે છે. ગત રોજ નમાઢ પઢીને તે ગલી બહાર બેઠો હતો ત્યારે ડી સ્ટાફના માણસો આવીને તેની પુછપરછ કરી હતી. અને ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશન લઇ જઇ બેરહેમી પુર્વક માર મારવામાં આવ્યો હતો. અકીબ શેખને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

અકીબ શેખના પિતા ઐયુબમીયા શેખે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઇ કાલે મારો પુત્ર રાત્રે 9 વાગ્યાની આસપાસ નમાઝ પઢીને આવ્યા બાદ બહાર બેઠો હતો. દરમિયાન ડીસ્ટાફનો એક વ્યક્તિ અને તેની સાથે પોલીસમાં કામ નથી કરતો તેવા વ્યક્તિએ આવીને મારા પુત્રને પકડી લીધો હતો. અને તેને બીજા બે લોકો ક્યાં રહે છે તે અંગે પુછવામાં આવ્યું હતું. બીજા લોકો અંગે મારો પુત્ર અજાણ હોવાને કારણે તેને નથી ખબર તેવો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ ડી સ્ટાફના માણસો મારા પુત્રને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. અને ત્યા તેને બેરહેમી પુર્વક માર મારવામાં આવ્યો હતો.

ઐયુબમીયા શેખે વધુમાં ઉમેર્યું હતું કે, મારા પુત્રના જામીન કરાવવા માટે અમે રાત્રે ત્યાં ગયા હતા. ત્યાંથી છોડાવ્યા બાદ તેની હાલત એટલી ખરાબ હતી કે તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને અમે મારા પુત્રની દવા લઇને ઘરે આવ્યા હતા. મારા પુત્રને બેરહેમી પુર્વક માર ખાધેલો જોઇને મારી પણ તબિયત બગડી હતી. મને બે મહિના પહેલા હ્રદયની તરલીફ ઉપડી હતી. મારા પુત્રની હાલત જોઇ મને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ મને રજા આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતીને કારણે હાલ સરકાર દ્વારા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યુનું પાલન પોલીસ કર્મીઓ દ્વારા કરાવવામાં આવતું હોય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud