• બ્રીજ પર જોખમી રીતે ચાલતું બાંધકામ જીવલેણ સાબિત થઇ શકે છે
  • ગતરોજ BMW કાર પર સળીયો પડતાની સાથે કારનો રૂફગ્લાસ ભુક્કા થઇ ગયા હતા
BMW કાર પર સળીયો પડ્યો
સુરક્ષાના સાધનો પહેર્યા વગર ઓવરબ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે.

WatchGujarat. વડોદરામાં પંડ્યા બ્રીજથી લઇને મનીષા ચોકડી સુધી સૌથી લાંબા ઓવરબ્રીજનું બાંધકામ ચાલી રહ્યું છે. દરમિયાન ગતરોજ રોક સ્ટાર સર્કલથી ચકલી સર્કલ તરફ BMW કારમાં જતી વેળાએ બ્રીજ ઉપરથી લોખંડનો જાડો સળીયો પડ્યો હતો. જો કે સળીયો કારની રૂફગ્લાસ પર પડ્યો હોવાને કારણે ચાલક મહિલાનો બચાવ થયો હતો. ઘટનાના બીજા દિવસે બ્રીજ પર જોખમી રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાની તસ્વીર સામે આવી હતી. બ્રીજ બનાવવાની કામગીરીમાં ગંભીર બેદરાકારી જીવલેણ સાબિત થઇ શકે છે.

સળીયો પડવાને કારણે ભુક્કા થયેલ BMW કારનો રૂફગ્લાસ અને અકસ્માતમાં સલામત બચેલા મમતા ખેરા

શહેરના જાણીતા બીઝનેસમેન અને CII પ્રેસીડેન્ટ ભાવિક ખેરાની પત્ની મમતા ખેરા ગુરૂવારે સવારે 10 વાગ્યે પોતાની BMW કારમાં રોક સ્ટાર સર્કલથી ચકલી સર્કલ તરફ જઇ રહ્યા હતા. કાર મલ્હાર પોઇન્ટ પાસે પહોંચી ત્યારે અચાનક બ્રીજની ચાલી રહેલી કામગીરી વાળી જગ્યાએથી લોખંડનો જાડો સળીયો પડ્યો હતો. સળીયો પડતાની સાથે કારનો રૂફગ્લાસ ભુક્કા થઇ ગયો હતો. સદ્ભાગ્યો કારમાં સવાર મમતા ખેરાનો બચાવ થયો હતો. સમગ્ર મામલે ભાવિક ખેરાએ જણાવ્યું હતું કે, કારનો રૂફગ્લાસ ખુલ્લો હોત તો સ્થિતી કંઇ અલગ જ સર્જાઇ હોત. વહીવટી તંત્રએ કોઇનો જીવ જાય તેની રાહ જોવી ન જોઇએ. અને નાગરીકોની સુરક્ષાને ધ્યાને રાખીને ત્વરીત પગલા લેવા જોઇએ.

અકસ્માતની ઘટનાના બીજા દિવસે ચકલી સર્કલ પાસે બાંધકામ ચાલી રહેલા બ્રીજની એક તસ્વીર  watchgujarat.com પાસે આવી હતી. જેમાં બ્રીજ પર સળીયાનો ઉપયોગ બાંધકામમાં કરતા મજુર સુરક્ષાના અભાવે કામ કરી રહ્યા હોવાનું દેખાઇ આવ્યું હતું. સામાન્ય રીતે ઉંચાઇ પર કામ કરતી વેળાએ મજુરો સેફ્ટીના સાધનો પહેરીને કામ કરતા હોય છે. પરંતું વડોદરાના સૌથી મોટા ઓવર બ્રીજની કામગીરી કરી રહેલા મજૂરો કોઇ પણ પ્રકારના સેફ્ટી ઇક્વીપમેન્ટ વગર ઉંચાઇ પર કામ કરી રહ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. ગતરોજ બનેલી અકસ્માતની ઘટના અને આજે સામે આવેલી તસ્વીરને કારણે ઓવરબ્રીજની કામગીરીમાં ચાલતી પોલ ખુલ્લી પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવરબ્રીજ બાંધવાનો નિર્ણય શહેરવાસીઓની સુખાકારીને લઇને લેવામાં આવ્યો છે. પરંતુ જો તેના બાંધકામમાં સુરક્ષાના જરૂરી પગલા લેવામાં નહિ આવે તો નાગરીકો અને પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મીઓને જીવનું જોખમ ઉભું થશે. ઓવરબ્રીજની કામગીરી દરમિયાન સુરક્ષા ચુસ્ત કરવી જરૂરી છે.

More #BMW Car #Bridge #Construction #worker #Not wearing #Safety #gears #risk #life #Gujaratinews #Vadodara

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud