• તવરા પાસેથી પીકઅપ વાનમાં લઇ જવાતો દારૂ પોલીસે પકડી પાડ્યો
  • દારૂની ખેપમાં પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી

#Vadodara - ખાખીધારી ખેપીયો : રોકડી કરી લેવા માટે પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર

WatchGujarat. છેલ્લા કેટલાય સમયથી ખાખી વર્ધીને બદનામ કરતા હોય તેવા પોલીસ કર્મીની અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તવરા પાસેથી પીકઅપ વાનમાં લઇ જવાતો દારૂ પોલીસે પકડી પાડ્યો હતો. દારૂની ખેપમાં પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

#Vadodara - ખાખીધારી ખેપીયો : રોકડી કરી લેવા માટે પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર

વાઘોડિયા પોલીસ મથકના IPS જગદિશ બાંગરવા (Jagdish Bangarwa)એ તવરા પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીકથી વિદેશી દારુ ભરેલી પીકઅપ વાન પકડી પાડી હતી. પીકઅપ વાનમાં દારૂની ખેપ મારતા વડુ પોલીસ મથકના કોન્સ્ટેબલ હરસીંગ રાઠવાને ઝડપી પાડતા પોલીસ બેડામા ચકચાર મચી છે. કોન્સ્ટેબલ બુટલેગર બનતા પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મજનક સ્થિતીમાં લાવી મુક્યું છે.

સમગ્ર ઘટનાને પગલે પોલીસના ઊચ્ચ અઘિકારીઓનો કાફલો વાઘોડિયા પોલીસ મથકે દોડી આવ્યો છે. વાઘોડિયા પોલીસેજ ખેપ મારતા વડુના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંઘી તપાસ શરૂ કરી છે. કોન્સ્ટેબલની સાથે અન્ય કોઇ પોલીસ કર્મી પણ દારૂની હેરફેરમાં સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં ચોક્કસ તપાસ હાથ ધરી છે.

#Vadodara - ખાખીધારી ખેપીયો : રોકડી કરી લેવા માટે પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર

More #પોલીસ #Padra #police constable #became #bootlegger #caught #by IPS #Gujaratinews #Vadodara
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud