• જીગ્નેશભાઇ ગોરવાના રોયલ ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકો મોઇનખાન મહંમદભાઇ પઠાણ, અને હુસેનખાન મહંમદભાઇ પઠાણના સંપર્કમાં આવ્યા
  • પૈસા લીધા બાદ પણ વાહન નહિ મળતા જીગ્નેશભાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઓટોમોબાઇલ શો રૂમના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
  • રોયલ ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકોએ ડિસ્કાઉન્ટ આપીને વાહન ખરીદવાની લાલચ આપીને અનેક લોકોને રૂ. 7 લાખનો ચુનો ચોપડ્યો હતો
  • મહામારી કાળમાં લોભામણી જાહેરાતોની ખરાઇ કર્યા બાદ જ ખરીદી કરવાનો નિર્ણય લેવો હિતાવહ

WatchGujarat. શહેરના ગોરવા વિસ્તારમાં રોયલ ઓટો શો રૂમ આવેલો છે. શો રૂમના સંચાલકોએ  ગોરવા ખાતે રહેતા રહીશને સસ્તા ભાવે બાઇક અપાવવા માટેની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા. પૈસા લીધા બાદ બાઇક ન આપતા રહીશે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ફરિયાદ બાદ વાત સામે આવી કે શો રૂમના સંચાલકોએ વિવિધ બહાને લોકો પાસેથી રૂ. 7 લાખની ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જીગ્નેશભાઇ ભગવાનદાસ લિંબાચીયા (રહે – આશિર્વાદ નગર, ગોરવા) સલુનમાં કામ કરે છે. જીગ્નેશભાઇ ગોરવાના રોયલ ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકો મોઇનખાન મહંમદભાઇ પઠાણ, અને હુસેનખાન મહંમદભાઇ પઠાણના સંપર્કમાં આવ્યા હતા. ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકોએ સસ્તા ભાવે વાહન ખરીદવા માટેની ઓફર આપી હતી. આ અંગેના પૈસા લીધા બાદ પણ વાહન નહિ મળતા જીગ્નેશભાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઓટોમોબાઇલ શો રૂમના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જો કે, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વાત ધ્યાને આવી હતી કે, રોયલ ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકોએ ડિસ્કાઉન્ટ આપીને વાહન ખરીદવાની લાલચ આપીને અનેક લોકોને રૂ. 7 લાખનો ચુનો ચોપડ્યો હતો. હાલ લોકોને લાખો રૂપિયાનો ચુનો ચોપડીને રોયલ ઓટો મોબાઇલ શો રૂમના સંચાલકો મોઇનખાન મહંમદભાઇ પઠાણ, અને હુસેનખાન મહંમદભાઇ પઠાણ ફરાર થઇ ગયા છે. ગોરવા પોલીસ દ્વારા ગઠિયાઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોએ કોઇ પણ પ્રકારની લોભામણી જાહેરાતોમાં ફસાઇને ખરીદી કરવાનો નિર્ણય કરવો જોઇએ નહિ. તમામ વસ્તુઓની ખરાઇ કર્યા બાદ ખરીદીનો નિર્ણય લેવો જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud