• થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂની મહેફિલ અને મ્યુઝિકલ પાર્ટી ને લગતા કેટલાક મેસેજ મળતા પોલીસને દોડધામ કરવી પડી
  • જો કે સ્થળ પર જઇને મેસેજ પ્રમાણે કંઇ મળ્યું ન હતું.

#Vadodara : Hello, પોલીસ બિલ્ડીંગ ઉપર મ્યુઝીક વાગે છે અને પાર્ટી ચાલુ છે, જાણો પછી શું થયું

WatchGujarat. શહેર પોલીસને થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂની મહેફિલ અને મ્યુઝિકલ પાર્ટી ને લગતા કેટલાક મેસેજ મળતા પોલીસને દોડધામ કરવી પડી હતી. ગોત્રી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાત્રે એક બિલ્ડીંગ ઉપર પાર્ટી અને મ્યુઝીક વાગતું હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. જો કે સ્થળ પર જઇને મેસેજ પ્રમાણે કંઇ મળ્યું ન હતું. પરંતુ બિલ્ડીંગ નજીકથી બે લોકો ઝડપાયા હતા.

ગોત્રી વિસ્તારમાં TP 1 નજીક આવેલા એક બિલ્ડીંગમાં 31 ડિસેમ્બરે મોડી રાત્રે પાર્ટી ચાલી રહી હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. મેસેજ ફોરવર્ડ થતાની સાથે પોલીસના જવાનો ઘટના સ્થળે જવા રવાના થયા હતા. સ્થળ પર જતા મ્યુઝીક વાગતુ કે પાર્ટી ચાલતી ન હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ સાકાર એલી બિલ્ડીંગ નીચે બે લોકો જોવા મળ્યા હતા. #Hello #Police

પરંતુ તે દરમિયાન સાકાર એલી નીચેથી મળેલા બે વ્યક્તિઓની તપાસ કરતા બંન્ને જણા નશામાં ચૂર જણાઇ આવ્યા હતા. પોલીસે પકડેલા બે જણામાં (1) સંજયભાઇ હસમુખભાઇ સીકલીગર (સાકાર એલી) (2) હિરેનભાઇ બાબુભાઇ માંડલ (સાકાર એલી) નો સમાવેશ થાય છે. પોલીસે બંન્ને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. #Hello #Police

More #Hello #Police #control room #got call #late-night #party #music #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud