બે દિવસ સુધી સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે
ટીકીટ આપવાનો આખરી નિર્ણય પાર્લામેન્ટ્રી કમિટી દ્વારા કરાશે
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવારો માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેટલાક વોર્ડમાં તો સેન્સનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. 3 દિવસ પહેલા આરએસપીમાંથી ભાજપમાં જોડાનાર રાજેશ આયરે અને તેમના સાથી કાઉન્સિરોની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે, તેમ છતાં વોર્ડ નં-9ના ઉમેદવાર માટે સેન્સ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે હોદ્દેદારો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્રણ નિરીક્ષકોની કમિટી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેશે
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરુ કરી દીધી છે. જેમાં ભાજપ આજથી બે દિવસ સુધી વડોદરાના તમામ 19 વોર્ડ માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. જેમાં ત્રણ નિરીક્ષકોની કમિટી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લઇ રહી છે અને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.
ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે રોષ
ઇલેક્શન વોર્ડ નં-9માં આરએસપીમાંથી ભાજપમાં પ્રવેશ લેનાર રાજેશ આયરે અને તેમના સાથી કાઉન્સિલરોને ટિકિટ મળશે તે નિશ્ચિત મનાઇ રહ્યું છે. જેને કારણે વોર્ડ નં-9ના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રવિવારે ભાજપના હોદ્દેદારો સહિત 80 જેટલા કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હતા. રાજેશ આયરે અને તેમની સાથે ભાજપમાં જોડાયેલા કાઉન્સિલરોની ટીકિટ નક્કી હોવા છતાં વોર્ડ નં-9ના ઉમેદવાર માટે સેન્સ લેવાનું નાટક થઇ રહ્યું છે.