પાલીકાની ચુંટણી પહેલાની મિટીંગમાં જાહેર કરવામાં આવેલા નિયમોને કારણે અનેકના ચુંટણી લડવાના અરમાનો પર પાણી ફરી વળશે
આજકાલના ભાજપમાં જોડાયેલા કાર્યકર્તા ને ટિકિટ આપવાની પૈરવી થઈ રહી છે
[caption id="attachment_360402" align="aligncenter" width="1280"] file photo[/caption]
WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે વોર્ડ કક્ષાના હોદ્દેદારો અને આગેવાનોની એક સંયુક્ત બેઠક બોલાવી હતી. જેમાં 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કાર્યકર અને સંગઠનમાં હોદ્દો મેળવનારને ટિકિટ નહીં આપવાની જાહેરાત હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ Mission - 76 સફળ બનાવવા ભાજપ એવા પણ ફિરાકમાં છે અન્ય પક્ષો એવા નબળા ઉમેદવારો ઉભા કરે જેથી ભાજપના ઉમેદવારની જીત સહેલી બને.
પ્રદેશ પ્રમુખે થોડા સમય પહેલા કોર્પોરેશનની ચૂંટણી અંગે 55 વર્ષ સુધીના કાર્યકર્તાઓને ટિકિટ આપવાની અને પક્ષમાં હોદ્દો મેળવનાર કાર્યકર્તાને ટિકિટ નહીં આપવાની કરેલી જાહેરાત ગઈકાલે વોર્ડ કક્ષાના હોદ્દેદારોની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખે દોહરાવી હોવાનુ વિગતો સાંપડી રહીં છે. જેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ નિયમનો અમલ ચોક્કસ પણે કરવામાં આવશે તેમ જણાઇ રહ્યું છે. જેમાં વર્ષો જુના પાયાના કાર્યકર્તાઓ જેઓને આજદિન સુધી ટિકિટ મળી નથી તેવા કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી છે.
શહેર પ્રમુખે મિશન 76 ને સફળ બનાવવા જે વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો નું વર્ચસ્વ છે, તેઓને હરાવવા માટે ખાસ સ્ટ્રેટજી તૈયાર કરી ભાજપના ઉમેદવારને મેદાનમાં ઉતરે તેવી પુરી શક્યતા છે. આમ, ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખીને ભાજપા દ્વારા મિશન 76 ને સફળ બનાવવા માટે તોડ - ફોડ - જોડ ની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
શહેર પ્રમુખની આ સુચનાને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, એક બાજુ સંનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટે અન્યાય થઇ રહ્યો છે, અને આજકાલ અન્ય પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાને ટિકિટ આપવાની પૈરવી થઈ રહી છે. એટલું જ નહીં ધારાસભ્યો સંસદસભ્ય અને પક્ષના હોદ્દેદારો તેમના માનીતા કાર્યકર્તાને ટિકિટ અપાવી કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. જેને કારણે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.