• રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી મામલે દિવસેને દિવસે વધુ લોકોની સંડોવણી સામે આવી રહી છે
  • આજે કોર્ટે કૃણાલ પટેલના 16 એપ્રીલ સુધીના રીમાન્ડ મંજુર કર્યા
  • પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસમાં ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની મદદ લેવાનું નક્કી કરાયું
  • આરોપીઓની રીમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગત બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી

Watchgujarat. શહેરમાં કોરોના દિવસે દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્ડેક્શનની કાળાબજારીની શહેરમાં બુમો ઉઠી હતી. જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી. અને તપાસ કરતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં ડોક્ટર અને મેલનર્સની સંડોવણી સામે આવી હતી. સમગ્ર મામલે આજે પોલીસે વચેટીયા કૃણાલ પટેલની ધપરકડ કરી હતી. અને તેના ઘરેથી રૂ. 1.65 લાખ રીકવર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની બુમો ઉઠતા પોલીસે ઓડિયો ક્લીપના આધારે તપાસ શરી કરી હતી. તપાસ કરતા ડો. ધિરેન નાગોરા, અને મુસ્લીમ મેડીકલ સેન્ટરમાં કામ કરતા રાહુલ વાણંદની ધરપકડ કરી હતી. અને ડો. ધિરેન નાગોરા અને કૃણાલ સામે રાવપુરા પોલીસ સ્ટેશન અને રાહુલ વાણંદ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ગતરોજ કૃણાલ જયંતિભાઇ પટેલની અટકાયત કરી હતી.

કૃણાલ પટેલને નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના 16 એપ્રીલ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. કૃણાલ પટેલની પુછપરછ દરમિયાન તેણે પોતાના ઘરે રૂ. 1.65 લાખ હોવાનું જણાવતા પૈસા રીકવર કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં વાત બહાર આવી કે કૃણાલ પટેલને ડો. મિતેષ ઠક્કરે રેમડીસીવીર ઇન્જેક્શન આપ્યા હતા. તથા ખાનગી કંપનીમાં પેરા મેડીકલ સ્ટાફમાં ફરજ બજાવતા જીગ્નેશ પટેલની સંડોવણી બહાર આવી હતી. જેને પગલે પોલીસે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે ફેઇથ હોસ્પિટલ નીચે આવેલા મેડીકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન ખરીદી કર્યાનું સામે આવ્યું હતું. ઇન્જેક્શનના બેચ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાહુલ વાણંદે કૃણાલ પાસેથી 6 ઇન્જેક્શન લઇને ડો ધીરેનને આપ્યા હોવાની વિગતો અત્યાર સુધીમાં સામે આવી હતી.

પોલીસ વિભાગ સમગ્ર મામલે ઇન્જેક્શન અંગે ફુડ એન્ડ ડ્રગ વિભાગની મદદ લઇ વધુ તપાસ હાશ ધરશે. તેની સાથે આરોપીઓની રીમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગત બહાર આવે તેવી શક્યતા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud