• રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછતને પગલે કાળાબજારીયાઓ સક્રિય થતા પોલીસ એક્શનમાં આવી
  • સમગ્ર મામલે અત્યાર સુધી ડો. ધિરેન અને મેલનર્સ રાહુલ વાણંદની ધરપકડ કર્યા બાદ રીમાન્ડ મેળવાયા
  • ડો. ધીરેન અને રાહુલ વાણંદ અલગ અલગ જગ્યાએથી ઇન્જેક્શ લાવ્યાનું જણાવી અન્ય હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા
  • પોલીસે બે ખાનગી હોસ્પિલટોના નામ ખુલતા તપાસનો દોર લંબાવ્યો

WatchGujarat.  કોરોના કેસોમાં વધારો થતાની સાથે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. અછતનો લાભ લઇ રેમડેસીવીર ઇન્જેક્શન પર પ્રિન્ટ કરવામાં આવતા ભાવથી વધુ ભાવ વસુલવા માટે કાળાબજારીયાઓ મેદાને આવ્યા હતા. જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી. અને ઓડિયો ક્લિપના આધારે એક ડોક્ટર અને અન્ય એક મેલ નર્સની ધરપકડ કરીને તેમના રીમાન્ડ મેળવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે વેદાન્તા હોસ્પિટલના ડો. મિતેષ ઠક્કરનું નામ ખુલતા હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

શહેરમાં કોરોનાની સારવાર માટે વપરાતા જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. જેને લઇને કાળાબજારીયાઓ સક્રિય થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને કાળાબજારી ડામવા માટે કામગીરી શરૂ કરી હતી. ત્રણ દિવસ પગેલા પોલીસે ઓડિયો ક્લિપના આધારે પ્રથમ ડો. ધિરેન નાગોરા અને ત્યાર બાદ મુસ્લીમ મેડીકલ સેન્ટરમાં કામ કરતા મેલ નર્સ રાહુલ વાણંદની ધરપકડ કરી હતી. ડો. ધિરેન નાગોરા સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અને રાહુલ વાણંદ સામે પાણીગેટ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બંનેની ધરપકડ બાદ તેઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે ડો. ધિરેન નાગોરાના 15 એપ્રીલ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે રાહુલ વાણંદના 16 એપ્રીલ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

સમગ્ર મામલે વધુ તપાસ કરતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં કૃણાલ જયંતિભાઇ પટેલ (રહે નાથાલાલ કોમ્પલેક્ષ, આયુર્વેદિક ત્રણ રસ્તા) (મુળ – બાલાસીનોર, મહિસાગર) ની અટકાયત કરી તેની કડકાઇ પુર્વક પુછપરછ કરી હતી. ત્યાર બાદ ધીરેન જે પાસેથી ઇન્જેક્શન કબ્જે કરવામાં આવ્યું હતું. તેણે કૃણાલને પુરૂ પાડેલ ઇન્જેક્શન પોતે ડો. મિતેશ ઠક્કર (કોવિડ કેર સેન્ટર, વેદાન્તા હોસ્પિટલ, ફતેગંજ) પાસેથી લીધું હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે ડો. મિતેષ ઠક્કરની પુછપરછ કરવામાં આવી રહી છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મુસ્લીમ મેડીકલ સેન્ટરના મેલ નર્સ રાહુલ વાણંદ સામે ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે તેણે પુછપરછ દરમિયાન ઇન્જેક્શન ફેઇથ હોસ્પિટલ ખાતેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ હવે આ જગ્યાએથી છેલ્લા 10 દિવસમાં વેચવામાં આવેલા રેમડેસીવીર ઇન્જેક્શનના ડેટા મેળવીને તે દિશામાં તપાસનો દોર લંબાવશે.

આમ, રેમડેસીવીર ઇન્જેક્શનની અછતમાં હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકોની સંડોવણી સામે આવી રહી છે. અને દિવસેને દિવસે નવી હોસ્પિટલોના નામ રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં ખુલી રહ્યા છે. આગામી સમયમાં વધું ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તો નવાઇ નહિ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud