અમદાવાદ – સુરતની માફક વડોદરામાં એમ્બ્યુલન્સની લાંબી લાઈન પડે તેવી નોબત આવી.
ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાંથી દર્દીઓને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં.
કોરોના સંક્રમણની પરિસ્થિતિ અતિગંભીર બની રહી છે ત્યારે નાગરીકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી.
[caption id="attachment_1011332" align="aligncenter" width="1280"] (સમરસ હોસ્પિટલની સ્થિતિનો લાઈવ ચિતાર નિહાળવા તસવીર પર ક્લિક કરો)[/caption]
Watch Gujarat. અત્યાર સુધી અમદાવાદ – સુરતમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈનો પડતી જોવા મળતી હતી. પરંતુ આજે વડોદરામાં પણ એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળી હતી. ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલ ખાતેથી દર્દીઓને સમરસ કોવિડ હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાને કારણે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો પડી હતી. અત્રે નોંધનિય છે કે, સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં ના આવતાં હોવાને કારણે 108 સહિતની એમ્બ્યુલન્સને 2 થી 3 કલાક ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જેને પગલે હોબાળો પણ મચ્યો હતો.
[caption id="attachment_1011325" align="aligncenter" width="640"] (એક એમ્બ્યુલન્સમાં બે દર્દીઓ)[/caption]
વડોદરા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે સામાન્ય કામગીરી કરનાર ડૉ. વિનોદ રાવને કોરોના કાળના પ્રારંભે રાજ્ય સરકારે OSD તરીકે નિયુક્ત કર્યા છે. કોરોના કાળમાં અસરકારક કામગીરી કરવામાં ડૉ. વિનોદ રાવ સદંતર નિષ્ફળ રહ્યા હોય છે. કોરોનાના આંકડાઓ સંતાડવાની રમત રમાતી હોવા સહિતના આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે, આજે સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે લાગેલી એમ્બ્યુલન્સની લાંબી લાઈન આક્ષેપો સાચા હોવાનો પુરાવો આપી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના પોલીટેક્નિક કેમ્પસ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આજે બપોર બાદ સમરસ હોસ્પિટલ ખાતે એબ્યુલન્સની લાંબી લાઈનો પડી હતી. સ્થળ પર પહોંચેલી Watch Gujaratની ટીમે જોયું કે, દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચઢાવવામાં આવી રહ્યો હતો. કેટલીક એમ્બ્યુલન્સમાં તો બે – બે દર્દીઓની સારવાર ચાલી રહી હતી. કોઈ દર્દી ખાનગી વાહનમાં આવ્યું હતું. તો એક દર્દી રીક્ષામાં ઓક્સિજન સિલિન્ડર સાથે બેઠેલાં જોવા મળ્યાં હતાં.
રીક્ષામાં આવેલાં દર્દીએ જણાવ્યું કે, છાણી વિસ્તારની વિકલ્પ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતાં. ત્યાં ઓક્સિજનની અછત હોવાને કારણે તેમને સમરસ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. પરંતુ, છાણીથી સમરસ હોસ્પિટલ આવવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહીં થતાં તેમના પુત્રએ રીક્ષામાં ઓક્સિજનની વ્યવસ્થા કરી અને રીક્ષામાં તેમને અહીં લાવ્યા છે.
એક તરફ ઓક્સિજન પર શ્વાસ લઈ રહેલાં દર્દીઓ એમ્બ્યુલન્સમાં હતાં ત્યારે બીજી તરફ સમરસ હોસ્પિટલ પર ફરજ બજાવતાં અધિકારી લાઈન તોડીને આગળ બોલાવીને અન્ય દર્દીઓને દાખલ કરી રહ્યાં હતાં. અધિકારી પોતાનું નામ જણાવતાં નહોતાં અને બે – ત્રણ કલાકથી લાઈનમાં ઉભા રહેલાં એમ્બ્યુલન્સવાળાઓ દર્દીઓના ઓક્સિજન સ્તરની ચિંતા કરતાં હતાં. આખરે એમ્બ્યુલન્સના સ્ટાફે બળવો પોકાર્યો અને હોબાળો મચાવ્યો હતો જેને પગલે બાદમાં સમરસ હોસ્પિટલના સ્ટાફે દર્દીઓને ઝડપથી અંદર લેવાનું શરૂ કર્યું હતું.
એકંદરે, કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે ત્યારે Watch Gujarat દ્વારા અપીલ કરવામાં આવે છે કે, સરકાર પર ભરોસો રાખીને બેસી રહેવાને બદલે જાતે જ સચેત બને, કોરોના કોઈ ભ્રમ નથી વરવી વાસ્તવિકતા છે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. રાજકારણને કારણે રાજકારણીઓ રાજધર્મ નિભાવવામાં અસફળ રહે, સત્તાધારીઓની ચાપલૂંસી કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં સરકારી અધિકારીઓ નિષ્ફળ રહે તેવાં સંજોગોમાં નાગરીકે જાતે જ પોતાનું – પોતાનાં પરિવારનું રક્ષણ કરવું આવશ્યક બને છે.