SOG (સ્પેશિસ ઓપરેશન ગૃપ)એ કારેલીબાગ વિસ્તારમાંથી મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરી
ડ્રગ્સ વેચવા અને ઘરમાં રાખવા માટે મહિલાને કમિશન આપતો હતો ઇમ્તિયાઝ દિવાન
સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા મહંમદસફી દિવાનની પોલીસે શોધખોળ હાથ ધરી
WatchGujarat. શહેરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબરને ડામવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવી લત લગાડનાર પેડલરો અને સપ્લાયર સામે પોલીસે લાલ આંખ દાખવી છે. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં ચાલતા મેથાફેટામાઇન (MD) ડ્રગ્સ અને પેન્ટાઝોશીન ડ્રગ્સ ઇન્જેકશનનુ વેચાણ કરતી મહિલા અને તેના સાગરીતની એસ.ઓ.જીએ ધરપકડ કરી રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ પરના નાનજીભાઇ ચેમબર્સમાં રહેતી પુર્વી રાણા અને તેનો સાગરીત ઇમ્તિયાઝ દિવાન ઘરમાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી એસ.ઓ.જીને મળી હતી. બાતમીના આધારે પોલીસે પુર્વીની ઘરમાં દરોડો પાડતા ઇમ્તિયાઝ દિવાન પણ હાજર મળી આવ્યો હતો. પોલીસે બન્નેની ઝડતી કરી અને ઘરમાં તપાસ કરતા 9.38 ગ્રામ મેથાફેટામાઇન ડ્રગ્સ અને રૂ. 2400ના પેન્ટાઝોશીન ડ્રગ્સ ઇન્જેકશન મળી આવ્યાં હતા.
પોલીસે આ મામલે બન્નેની પ્રથામિક પુછપરછ કરતા પુર્વીને ડ્રગ્સ રાખવા અને વેચાણ કરવા માટે કમિશન આપવામાં આવતુ હતુ. પુર્વી સાથે ઇમ્તિયાઝ દિવાન અને મહંમદસફી દિવાનની સંડોવણી બહાર આવી હતી. પોલીસે કુલ રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી પુર્વી અને ઇમ્તિયાઝની ધરપકડ કરી હતી. જ્યારે મહંમદસઙી દિવાનની પોલીસે શોધખોળ હાથ ધરી છે.