2 દિવસ પૂર્વેજ બાજુમાં આવેલ રંગોલી માર્કેટમાં 3 ભંગારના ગોડાઉન રાતે આગ ભભૂકી હતી
અંકલેશ્વરના આદર્શ માર્કેટમાં એક ગોડાઉનમાં લાગેલી આગે અન્ય 4 ગોડાઉનને ચપેટમાં લીધા
કેમિકલયુક્ત પ્લાસ્ટિકની બેગનો વિપુલ જથ્થો જોવા મળ્યો
ડિઝાસ્ટર ટીમ સહીત GPCBની મોનીટરીગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી
WatchGujarat. અંકલેશ્વરમાં પુનઃ ભંગાર માર્કેટમાં આગનું તાંડવ શનિવારે જોવા મળ્યું હતું. આદર્શ માર્કેટ માં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 2 દિવસ પૂર્વે જ બાજુ માં આવેલ રંગોળી માર્કેટમાં 3 ભંગારના ગોડાઉન રાતે ભીષણ આગ લાગી હતી.
શનિવારે આદર્શ માર્કેટ માં એક ગોડાઉન માં લાગેલી આગ અન્ય 4 ગોડાઉનને ચપેટમાં લીધા હતા. કેમિકલ યુક્ત પ્લાસ્ટિક ની બેગ નો વિપુલ જથ્થો જોવા મળ્યો હતો. ભડકે બળતા ગોડાઉન ની આગ પર કાબુ મેળવવા 6 જેટલા ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત જીપીસીબી ની મોનિટરિંગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અંકલેશ્વર ના ભંગાર માર્કેટ માં ઉપરાછાપરી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. બે દિવસ પૂર્વે જ રંગોળી માર્કેટમાં આગ લાગ્યા બાદ હવે શનિવાર ના બપોરે અચાનક આદર્શ માર્કેટ માં આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલ યુક્ત પ્લાસ્ટિક ની બેગો સહીત વિપુલ ભંગાર નો જથ્થો ભરેલો હતો. જેમાં જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક 5 જેટલા ગોડાઉન ને ચપેટ માં લઇ લીધા હતા.
આગ માં ધુમાડા ના ગોટેગોટ ઉડતા 50 થી 60 મીટર કરતા ઉપર સુધી દેખા દીધા હતા. ઘટના અંગે ડીપીએમસી ફાયર ને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ને કાબુ માં લેવા ના પ્રયત્નો આરંભ્યા હતા. જેની મદદે પાનોલી ફાયર અને નગરપાલિકા ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 2 કલાક ઉપરાંત ની જહેમતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
આગ માં કોઈ જાનહાની સર્જાય ના હતી પરંતુ આગ નું વિકરાળ સ્વરૂપે એક તબક્કે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જીપીસીબી , તાલુકા ડિઝાસ્ટર તેમજ ભરકોદરા પંચાયત ની ટીમ પણ સ્થળે દોડી આવી સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. તેમજ પંચકેશ કરી આ અંગે વધુ તપાસ આરંભી હતી.