• વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.એન. લાઠીયાના માર્ગદર્શન હેઠળ She ટીમ લોકોને મદદરૂપ થવા માટે કાર્યરત છે
  • ગત રોજ She ટીમ પાસે યુવતીએ પહોંચીને પોતાની આપવીતી જણાવી હતી
  • યુવતીને સંબંધ રાખવા માટે છેડતા તથા તેનો વિરોધ કરવા બદલ માર મારતા યુવકને She ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Watchgujarat. વડોદરા શહેરમાં ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને મદદરૂપ થવા માટે પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ સ્ટેશન ખાતે She ટીમ બનાવવામાં આવી હતી. ગઇ કાલે વારસિયા પોલીસ સ્ટેશનમાં She ટીમ પાસે યુવતીએ પોતાની આપવીતી કહી હતી. She ટીમે યુવતીને હેરાન કરનાર યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.એન. લાઠીયાના માર્ગદર્શન હેઠળ She ટીમ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટકાવવા તથા સીનીય સીટીઝનની મદદ કરવાના હેતુ તથા સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત છે.

ગઈકાલે She ટીમના કર્મચારી પોલીસ સ્ટેશન ફરજ ઉપર હાજર હતા. તેવામાં એક યુવતી રૂબરુમાં વારસીયા પોલીસ સ્ટેશન આવી She ટીમને મળી જણાવ્યુ કે, સોનુ પઠાણ નામનો યુવક, ઘરેથી નીકળતી વખતે અવાર – નવાર મારો પીછો કરી મને હેરાન કરે છે. તેમજ મને પ્રેમ સંબંધ રાખવા અને પોતાની સાથે ફોન ઉપર વાતો કરવા દબાણ કરે છે.

આ સામે યુવતી વિરોધ કરતા જાહેરમાં છેડતી કરી હુમલો કર્યો છે. યુવતીની આપવાતી સાંભળતા જ She ટીમ એક્શનમાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.

https://www.facebook.com/watchgujaratnews

She ટીમ સમક્ષ રજુઆત કરતા ભોગ બનનાર બહેનની ફરીયાદ વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આરોપી સોનુ પઠાણ (રહે. ઇન્દીરાનગર પફની બેકરી પાસે કારેલીબાગ વડોદરા)ને ગણતરીના જ કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની She ટીમ દ્વારા અવાર નવાર મહિલાઓ અને વૃદ્ધોને સ્પર્શના પ્રશ્નોનું સમાધાન લાવવામાં આવતું હોય છે. અગાઉ પણ અનેક કિસ્સાઓમાં She ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud