SHE ટીમ શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગનો ડ્રીમ પ્રોજેક્ટ
ડો. શમસેરસિંગે ચાર્જ સંભાળ્યાના 1 અઠવાડિયામાં જ SHE ટીમ કાર્યરત કરી
પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જો સારૂ કામ કર્યું હોય તો સરાહના પણ કરે
પાર્થ બી. પંડ્યા. વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ડો. શમસેરસિંગે ચાર્જ સંભાળ્યા બાદ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સાથે પોલીસ સૌહાર્દ પુર્ણ વર્તન કરે તેવા પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું. ડો. શમસેરસિંગે ચાર્જ સંભાળ્યાના 1 અઠવાડિયામાં જ SHE ટીમ કાર્યરત કરી દીધી હતી SHE ટીમ દ્વારા મહિલા બાળકો અને વૃદ્ધોના પ્રશ્ને 10 મીનીટમાં વળતી કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. SHE ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીને પગલે શહેરભરમાંથી સરાહના પ્રાપ્ત થઇ રહી છે.
SHE ટીમનું ફ્લેગ ઓફ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. SHE ટીમ દ્વારા શહેરમાં વૃદ્ધો- બાળકો અને મહિલાઓના પ્રશ્નો ઉકેલવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. SHE ટીમની કામગીરી અંગે વધુ માહિતી આપતા વારસીયા PI કીરીટ લાઠીયાએ જણાવ્યું હતું કે, SHE ટીમ શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અને તેના અમલીકરણ પર તેઓ દેખરેખ રાખી રહ્યા છે. SHE ટીમ દ્વારા શહેરમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કામ કરવામાં આવે છે. કમિશ્નર સાહેબ જાતે સમયાંતરે વૃદ્ધોને મળવા જાય છે. અને તેમની સાથે વાતચીત કરે છે.
પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કર્યા બાદ જરૂરી મામલામાં SHE ટીમને ફોરવર્ડ કરવામાં આવે છે. SHE ટીમનો ઉદ્દેશ્ય ફરિયાદ કર્યાના 10 મીનીટના સમયમાં ફરિયાદી સુધી પહોંચવાનો છે. અત્યારે 4 કોન્સ્ટેબલ SHE ટીમ માટે કામ કરે છે. બે શિફ્ટમાં મહિલા પોલીસ કર્મી SHE ટીમમાં ફરજ બજાવે છે. SHE ટીમ દ્વારા મહિલાઓની છેડતીના કિસ્સાઓમાં જાગૃતિ લાવવા તથા એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને મદદ કરવાનું કામ નિયમીત કરવામાં આવી રહ્યું છે. શાળાઓ, જાહેર સ્થળો પર જઇને મહિલાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કોઇ પણ સમસ્યાનુ કાઉન્સિલીંગથી સમાધાન મેળવવાનો પ્રથમ પ્રયાસ
પીઆઇ કીરીટ લાઠીયાના જણાવ્યા પ્રમાણે, SHE ટીમ પાસે પારિવારીક સમસ્યાઓ અને છેડતીના કિસ્સા સંબંધિત ફરિયાદ વધારે આવે છે. તમામ ફરિયાદોમાં SHE ટીમની પ્રાથમિકતા કાઉન્સિલીંગથી સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કાઉન્સિલીંગ બાદ પણ સમસ્યા યથાવત રહે તેવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં કાઉન્સિલીંગથી સમાધાન મેળવવામાં સફળતા મળે છે.
પોલીસ કમિશ્નર જાતે SHE ટીમની કામગીરીનું નિરીક્ષણ કરે છે
પીઆઇ કીરીટ લાઠીયાએ ઉમેર્યું હતું કે, પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ દ્વારા એક અલાયદુ વોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યું છે. SHE ટીમ દ્વારા કરવામાં આવેલી રોજે રોજની કામગીરીની અપડેટ ગૃપમમાં મુકવામાં આવે છે. પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જો સારૂ કામ કર્યું હોય તો સરાહના પણ કરે છે. અને જરૂરી મુદ્દાઓમાં માર્ગદર્શન પણ આપે છે.
એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને જમવાની સુવિધા કરી આપવાના કામની પોલીસ કમિશ્નરે સરાહના કરી
તાજેતરમાં વારસિયા વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધનો કેસ SHE ટીમ સામે આવ્યો હતો. વૃદ્ધ ખુદ્દાર હતા તેઓ આશ્રમમાં જવા માંગતા ન હતા. અને પોતાના જ ઘરે રહેતા હતા. વૃદ્ધ ક્યારેક મેગી ખાઇને દિવસ ગુજારતા હતા. તો ક્યારેક ભુખ્યા જ સુઈ જતા હતા. SHE ટીમને જાણ થતાની સાથે વૃદ્ધના ઘરે પહોંચી સ્થિતી જાણી હતી. અને ત્યાર બાદ વિસ્તારમાં કાર્યરત આશ્રમ સાથે સંકલન સાધીને વૃદ્ધને બે ટાઇમ જમવાની સુવિધા કરી આપવામાં આવી હતી. પોલીસ કમિશ્ન ડો.શમસેરસિંગે SHE ટીમની કામગીરીને બિરદાવી હતી.