• શિવજી કી સવારીમાં ઉપસ્થિત રહેલાં પાંચ જેટલાં ભાજપી કોર્પોરેટર આજરોજ કોરોના પોઝિટીવ આવ્યાં.
  • શિવજી કી સવારી યાત્રાના આયોજકો દ્વારા આખા શહેરમાં હોર્ડિંગ્સ લગાવી ભક્તોને આમંત્રીત કર્યા હોવાનો આક્ષેપ.
  • યાત્રામાં ઉપસ્થિત મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સી. આર. પાટીલ, વડોદરાના કલેક્ટર, મેયર, મ્યુનિ. કમિ., પો. કમિ., કોર્પોરેટરો અને આયોજકો સામે કાયદેસરના પગલાં ભરવા માગ.

Watch Gujarat. મહાશિવરાત્રી નિમિત્તે મંત્રી યોગેશ પટેલની સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્વારા શિવજી કી સવારી કાઢવામાં આવી હતી. બેથી અઢી લાખ લોકોનાં ટોળાં એકઠાં થતાં શિવજી કી સવારીમાં કોવિડ ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. યાત્રાના આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવો સામે ગુનો નોંધી કાયદેસરના પગલાં ભરવા માટે ટીમ રિવોલ્યુશન દ્વારા પોલીસ કમિશનરને લેખિત અરજી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શિવજી કી સવારીમાં કોવિડનાં ઉલ્લંઘન માટે ભગવાન શિવ જવાબદાર છે એમ કહેનાર મંત્રી યોગેશ પટેલની ભારતીય જનતા પાર્ટીના જ પાંચ જેટલાં કોર્પોરેટરો પર ભગવાનની કૃપા નહીં વરસતાં તેઓ આજરોજ કોરોના પોઝિટીવ આવ્યાં છે.

કોરોના કાળમાં તમામ તહેવારો – ઉત્સવો અત્યંત સાદગી પૂર્વક ઉજવવામાં આવ્યા છે. યોગાનુયોગ છે કે, ગત વર્ષે 21 ફેબ્રુઆરી 2020ના રોજ નિકળેલી શિવજી કી સવારીના 30 દિવસ બાદ જ દેશને જનતા કર્ફ્યુ અને લોકડાઉન જોવાનો સમય આવ્યો હતો. અને આ વર્ષે પણ શિવજી કી સવારીના આયોજન બાદ કોરોનાની વકર્યો હોવાનું ચિત્ર સરકારી આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ સહિતના યૂવાનોએ પોલીસ કમિશનરને સુપરત કરેલું આવેદન પત્ર નીચે મુજબ છે. (અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ કમિશનર વ્યસ્ત હોવાથી આવેદન પત્ર પોલીસ ભવન કચેરીમાં સુપરત કરાયું હતું.)

આવેદન પત્ર

તારીખ : ૧૫-૩-૨૦૨૧

પ્રતિ શ્રી

પોલીસ કમિશ્નર શ્રી

પોલીસ ભવન

 

વિષય: શિવજી કી સવારી યાત્રામાં આયોજકો દ્વારા આખા શહેરમાં હોર્ડિંગ્સ લગાવી ભક્તોને આમત્રણ આપી લાખોની સંખ્યામાં ભીડ ભેગી કરી Epidemic Act & Disaster Management Act. or Section 144 (જાહેરનામાં ભંગ કરવા), કેન્દ્ર સરકારની કોવીડની ગાઈડલાઈન્સ નું અનાદર કરવા, મંજુરી વગર DJ લઇ લાખો લોકોને એકત્ર્કરી યાત્રા કાઢવામાં આવી તેમજ ઉપસ્થિત તમામ મુખ્ય મહાનુભાવો મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી, સી. આર. પાટીલ અને વડોદરા ના કલેકટર, મેયર, કોર્પોરેશન કમિશ્નર, પોલીસ કમિશ્નર તેમજ કોર્પોરેટર અને યાત્રામાં ઉપસ્થિત આયોજકો ઉપર ગંભીર ગુનો નોધી કાયદેસર ના પગલા લેવા બાબત..

જય વડોદરા સાથે જાણવાનું કે અમે ટીમ રીવોલ્યુશન વડોદરા શહેરના જાગૃત અને સામન્ય વર્ગના યુવા આગેવાનો ની ટીમ છે અમે કોરોના કાળ દરમિયાન કોરોના ફેલાય નહિ તે બાબતે સરકારની સાથે અને શહેરના નાગરિકો ના સાથે આ રોગ વધુ ફેલાય ના લોકોના જીવ જાય ના અને શહેરના નાગરિકો કોવીડ ની ગાઈડલાઈન્સ મુજબ પોત પોતાની તકેદારી રાખે તેવા કાર્ય કરતા આવ્યા છે શહેરના સામાન્ય લોકોએ તેમના પ્રિય ઉત્સવો, પ્રસંગો, ત્યોવહાર, અશુભ પ્રસંગો, તેમજ ધાર્મિક ઉત્સવો નથી કરીયા સરકાર દ્વારા કડક અને નકર દંડ વસુલવામાં આવ્યા હતા ત્યારે પણ શહેર ના લાખો લોકોએ ન્યાય અને કાયદા મુજબ લાખો નહિ પરંત કરોડોં દંડ સરકારની તિજોરીમાં ભરીયો છે દશામાં માં મૂર્તિ વિશર્જન કરવા નથી નીકડિયા, નવરાત્રીમાં માતાની પૂજા અર્ચના છોડી ગરબા રમવા નથી ગયા, દુનિયા માં સવથી વધારે મુંબઈ પછી ક્યાં ગણેશ ઉત્સવ થતો હોય તે વડોદરા છે.

તેમ છતાય ગણેશ ઉત્સવ ધામધૂમ થી ઉજવાયો નથી, દિવાળી, ઉતરાયણ, જગન્નાથજી ની વર્ષો જૂની પરંપરા, નવું વર્ષ ની ઉજવણી, તેમજ પારિવારિક ઉત્સવો, સ્કુલ, કોલેજ, જોબ, નોકરી, ધંધો બધું બંધ કરી અમે શહેરોના નાગરિકો એ કાયદાનું માન સન્માન સાચવ્યો તેમ છતાં રાજકીય લોકો એ ચુટણીઓ માં તમામ કાયદા ઘોળીને પી ગયા અમે ત્યારે પણ ચુપ હતા પરંતું અમે કાયમ ચુપ બેસવાના નથી વડોદરા ના ભાજપ ના ધારસભ્ય એ શિવજી કી સવારી નું આયોજન કરી શિવરાત્રી પહેલા શહેરના અલગ અલગ સ્થળ પર ડાયરાના અને સંગીત સંધ્યા ના નામ પર લોકોને ભેગા કરી આખા વડોદરા માં હોર્ડિંગ લગાવી શિવરાત્રી ના દિવસે લાખોની સંખ્યા માં લોકોને ભેગા કરી અમારા લોકડાઉન ની કરેલી મહેનત પર પાણી ફેરવી લોકોમાં કોરોના ફેલાય તેવા ઉદેશ સાથે લાખોની સંખ્યામાં ભીડ ભેગી કરી Epidemic Act & Disaster Management Act. or Section 144 (જાહેરનામાં ભંગ કરવા), કેન્દ્ર સરકારની કોવીડની ગાઈડલાઈન્સ નું અનાદર કરી, મંજુરી વગર DJ લઇ લાખો લોકોને એકત્ર્કરી યાત્રા કાઢવામાં આવી તેમજ સરકારના જીમેદાર અને જવ્બદાર લોકોને મુખ્ય મહેમાન તરીકે બોલાવી કાયદાનું ઉલઘન કર્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અને આ ઉપસ્થિત તમામ મુખ્ય મહાનુભાવો મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી, સી. આર. પાટીલ અને વડોદરા ના કલેકટર, મેયર, કોર્પોરેશન કમિશ્નર, પોલીસ કમિશ્નર તેમજ કોર્પોરેટર અને યાત્રામાં ઉપસ્થિત આયોજકો ઉપર ગંભીર ગુનો નોધી કાયદાકીય પગલા ભરવા અમે શહેરના લાખો લોકો વતી આપ શ્રી ને માંગ કરીએ છે આ કાયદાનું ઉલઘન ના તમે જાતેજ સાક્ષી છો તમારી નજરોની સામેજ તમામ કાયદા નું પાલન થયું નથી અને તમે પણ અત્યાર સુધી આયોજકો ખિલાફ કોઈ કાયદાકીય પગલા ભરિયા નથી જેથી વડોદરા ની ટીમ રીવોલ્યુશન તમામ વિરુધ કાયદેસર ના પગલા ભરવા કોર્ટ માં PIL દાખલ કરવાની છે, જેની જાણ આજ આવેદન પત્ર ના મધ્યમ થી આપ શ્રી ને કરું છું જો વડોદરા શહેર માં કોરોના ની સંખ્યા માં વધારો થયો નિર્દોષ નાગરિકો ના જીવ ગયા તો તેના જીમેદાર શિવજી કી સવારી નું આયોજન કરતા તેમજ મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી, સી. આર. પાટીલ અને વડોદરા ના કલેકટર, મેયર, કોર્પોરેશન કમિશ્નર, પોલીસ કમિશ્નર તેમજ કોર્પોરેટરો રહેશે અને અમે એ તમામ વિરુધ હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ માં પણ જવાની તૈયારી માં છે

આપ શ્રી પાસે આશા રાખીશ કે તમે આયોજન માં ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાન અને યાત્રા નું આયોજન કરતી કમિટી વિરુધ Apedmic Act & Disaaster Management Act. or Section 144 (જાહેરનામાં ભંગ કરવા), કેન્દ્ર સરકારની કોવીડની ગાઈડલાઈન્સ નું અનાદર કરી તે બાબતે પગલા લેશો..

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud