• ગોત્રી રોડ પર આવેલા અંબિકા નગર પાછળ જય અંબે નગરમાં મોડી રાત્રે બનેલી ઘટના
  • બેરોજગાર હેવાન પુત્રએ કાચના ટુકડા વડે માતાનુ કાળજુ ચીરી હત્યા કરી નાખી
  • હત્યા કર્યાબાદ લાશને ઘરના બખોલામાંથી બહાર ફેંકી કચરાના ઢગલામાં સળગાવી દીધી હતી.
  • અર્ધ બળેલી લાશ જોઇ પાડોશીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો

#Vadodara - જે કુખે જન્મ લીધો તે માતાની જ પુત્રએ હત્યા કરી, કચરાના ઢગલામાં લાશને સળગાવી અને ત્યાં જ ઉભા રહીં “ૐ નમઃ શિવાય” ના જાપ કર્યા

WatchGujarat. ‘છોરૂ ક છોરૂ થાય પણ માવતર ક્યારેય કમાવતર ના થાય’ એટલેકે છોકરો ક્યારેક માતા-પિતા પ્રત્યે અણગમો રાખે અથવા તો તે પ્રકારનો વ્યવહાર કરે પરંતુ માતા-પિતા ક્યારે તેના બાળકો પ્રત્યે અણગમો રાખતી નથી. જે માતાએ જન્મ આપવા માટે 9 મહિના પેટમાં ઉછેર્યો અને ત્યાર બાદ પગભર ન થાય ત્યાં સુધી તેની સતત દેખભાળ રાખી તેવા પુત્રએ આજે માવતર લજવ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કળિયુગે પુત્રએ માતાના કાળજે ઘારદાર કાચના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. #Vadodara

#Vadodara - જે કુખે જન્મ લીધો તે માતાની જ પુત્રએ હત્યા કરી, કચરાના ઢગલામાં લાશને સળગાવી અને ત્યાં જ ઉભા રહીં “ૐ નમઃ શિવાય” ના જાપ કર્યા
માતાની હત્યા બાદ કચરા સાથે લાશ સળગાવી

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગર પાછળ અંબેનગરમાં રહેતા 28 વર્ષીય દિવ્યેશ સરદારસિંહ બારીયાના પિતાનુ 6 વર્ષ પુર્વે અવસાન થયુ હતુ. ત્યારથી જ તે તેની માતા ભીખીબેન સાથે રહેતો હતો. વર્ષ 2011માં ભીખીબેનનો અકસ્માત થયો હતો. જેમાં તેમનો એક હાથ અને પગ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારથી જ માતા પુત્રના સહારે જીવી રહીં હતી. દિવ્યેશ થોડા સમય અગાઉ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. જોકે નશો કરવાની લતે ચઢેલા દિવ્યેશની નોકરી છુટી જતા તે છુટ્ટક કામ કરવા લાગ્યો હતો. #Vadodara

#Vadodara - જે કુખે જન્મ લીધો તે માતાની જ પુત્રએ હત્યા કરી, કચરાના ઢગલામાં લાશને સળગાવી અને ત્યાં જ ઉભા રહીં “ૐ નમઃ શિવાય” ના જાપ કર્યા
આ બખોલમાંથી માતાના મૃતદેહને બહાર લાવવામાં આવ્યો

તેવામાં સોમવારે મોડી રાત્રે દિવ્યેશએ કાચાના ટુકડા વડે તેની દિવ્યાંગ માતા ઉપર કાચના ટુકડો વડે છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. માતાની હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી લાશને પાછળના ભાગે કચરાના ઢગલામાં ફેંકી હતી. ઘરની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં એકઠા થયેલા કચરામાં માતાની લાશને સળગાવી દીધી અને ત્યારબાદ ત્યાં જ ઉભા રહી “ૐ નમઃ શિવાય”ના જાપ કરી પરત ઘરે જતો રહ્યાં હતો. #Vadodara

#Vadodara - જે કુખે જન્મ લીધો તે માતાની જ પુત્રએ હત્યા કરી, કચરાના ઢગલામાં લાશને સળગાવી અને ત્યાં જ ઉભા રહીં “ૐ નમઃ શિવાય” ના જાપ કર્યા
કચરામાં અર્ધબળેલી લાશ વિસ્તારના રહીશોના ધ્યાને આવી હતી

દરમિયાન વહેલી સવારે મેદાનમાં અર્ધ બળેલી લાશ જોઇ આસપાસમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચતા તપાસનો દોર શરૂ થયો હતો. તેવામાં લાશની ઓળખ છતી થતા પોલીસ માતાના હત્યારા દિવ્યેશની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી હતી. #Vadodara

આ ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે માતાની આ રીતે ઘાતકી હત્યા કરવા પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. હત્યારો દિવ્યેશ નશાની લતે ચઢ્યો હોવાથી વારંવાર આ ક્રૃત્ય કરવા પાછળ પોલીસને ઉડાઉ જવાબ આપતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

More #Vadodara #Son #stabbed #mother #suspicion #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud