• સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 680 કરોડ લીટર કોન્ક્રીટ 68.20 લાખ ઘનમીટરનો ઉપયોગ
  • જીવાદોરી નર્મદા ડેમના Amazing Fact અંગે ટ્વિટ કરી SSNL ના MD એ આપી માહિતી
  • પૃથ્વીનો પરિધ વિષુવવૃત ઉપર 40075 કિલોમીટર છે

Watchgujarat. ઇજનેરી કૌશલ્યનો બેનમૂન નમૂનો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે. 163 મીટર ઊંચાઈ અને 1.2 કિલોમીટર લાંબા નર્મદા ડેમના નિર્માણમાં 6.8 મિલિયન ક્યુબીક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે.

ડેમ નિર્માણમાં વપરાયેલા કોન્ક્રીટના કારણે તે વિશ્વમાં ગ્રેવીટી પર બનેલા બાંધમાં નંબર 1 સ્થાને આવે છે. અધધ કહી શકાય એટલે કે 68.20 લાખ ગહન મીટર બીજી ભાષામાં 680 કરોડ લીટર કોન્ક્રીટના જથ્થાથી પૃથ્વીની ફરતે 40,075.16 કિલોમીટર લાંબો ફૂટપાથ બનાવી શકાય છે.

નર્મદા ડેમના એમેજિંગ ફેક્ટ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. 6.8 MCM કોન્ક્રીટથી પૃથ્વીના પરિધ , વિષવવૃત રેખા એટલે કે પૃથ્વી ફરતે 40075.16 KM માં ફૂટપાથ બનાવી શકાય છે. ડેમ નિર્માણમાં વપરાયેલા કોન્ક્રીટના અધધ જથ્થાથી પૃથ્વી ફરતે 1 મીટર પોહળો, 17 સેન્ટિમીટર જાડો 40075 કિલોમીટર લાંબો કોન્ક્રીતનો ફૂટપાથ બનાવી શકાય છે.

હવે પ્રિમોન્સૂન ગતિવિધિઓ નજીકના દિવસોમાં તેજ બનવાની છે ત્યારે જુનના મધ્યભાગમાં ચોમાસુ દસ્તક દેશે. જેને ધ્યાને રાખી નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસ કાર્યરત કરી દેવા સાથે નદીમાં 31000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા 168 KM લાંબા ડાઉન સ્ટ્રીમમાં નદી 2 કાંઠે વહી રહી છે.

જ્યારે CHPH પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનલમાં કેવડીયાથી કચ્છ સુધી પાણી છોડી સિંચાઈ સાથે રાજ્યના 1000 થી વધુ તળાવો, નાના જળાશયો ભરવામાં આવી રહ્યા છે. હાલ ડેમમાં જળસ્તર 123 મીટર સુધી છે. ચોમાસા પેહલા રાજ્યમાં ઉનાળુ પાક માટે 30 જૂન સુધી પાણી આપવા સાથે ડેમના અન્ય જળાશયો ભરી શક્ય એટલું મહત્તમ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. ચોમાસામાં ડેમમાં નવા નીર ભરી ફરી સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી સ્પર્શવાનું આયોજન નિગમ કરી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud