કોરોનાના કપરા કાળમાં એસએસજી હોસ્પિટલમાં અનેક માતાઓ સેવારત છે
સંગીત અને આંસુઓના સથવારે સારવાર લઇ રહેલી મહિલાઓએ તબિબિ સ્ટાફને શુભેચ્છા પાઠવી
દર્દીઓના પ્રયાસને પગલે એક તબક્કે હોસ્પિટલના વાતાવરણમાં પોઝીટીવીટી છવાઇ ગઇ
માં કે પૈરોમેં જન્નત હોતી હૈ – એસએસજી હોસ્પિટલના નોડલ ઓફીસર ડો. ઓ.બી. બેલીમ
WatchGujarat. 9 મે ના રોજ દેશ અને દુનિયામાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓએ મધર્સ ડે નિમિત્તે સેવારત સ્ટાફની મહિલાઓને ગુલાબ આપીને મોં મીઠુ કરાવ્યું હતું. દરમિયાન હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અશ્રુભીની આંખે દર્દીઓએ તબિબિ સ્ટાફ પર શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
https://youtu.be/5rwpr9odm1c
મધર્સ ડે નિમિત્તે બધા જ લોકો શુભેચ્છાઓની આપ – લે કરતા હોય છે. કોરોનાના કપરા કાળમાં એસએસજી હોસ્પિટલમાં અનેક માતાઓ સેવારત છે. મધર્સ ડે પર પણ તમામ માતાઓ કોરોના સહિતની ડ્યુટી પર ફરજ બજાવી રહી છે. ત્યારે દર્દીઓએ મધર્સ ડે પર સેવારસ માતાઓનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાન હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સંગીત અને આંસુઓના સથવારે સારવાર લઇ રહેલી મહિલાઓએ તબિબિ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. દર્દીઓના પ્રયાસને પગલે એક તબક્કે હોસ્પિટલના વાતાવરણમાં પોઝીટીવીટી છવાઇ ગઇ હતી. બધા જ દર્દીઓ શુભેચ્છાઓ આપતા આપતા ચાલતા સંગીતમાં ખોવાઇને ઝુમતા જોવા મળ્યા હતા.
સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના નોડલ ઓફીસર ડો. ઓ.બી. બેલીમે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માં થી મોટુ કોઇ નથી. ભગવાનને પણ માં ની જરૂર પડે છે. એમ મનાય છે કે, જ્યાં માં હોય ત્યાં ભગવાનની જરૂર પડતી નથી. ઉર્દુના એક શાયરે કહ્યું છે કે, માં કે પૈરોમેં જન્નત હોતી હૈ.
વધુમાં ડો. બેલીમે ઉમેર્યું હતું કે, એસએસજી હોસ્પિટલમાં તબિબોથી લઇને અન્ય સ્ટાફમાં માતાઓ કાર્યરત છે. આ દિવસે દર્દીઓએ તબિબી સ્ટાફને ફુલ આપીને તથા મોઢું મીઠુ કરાવ્યું હતું. આમ, મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં અનોખી રીતે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.