• પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વડોદરા સ્થિત એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાત લીધી.

Watch Gujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપા સામે ઘૂંટણીએ પડી ગયેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આજે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે સરકાર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઈએ તેવી માગણી ઉચ્ચારી હતી.

ચૂંટણી પરિણામો બાદ સૂન્ન મારી ગયેલાં ગુજરાત કોંગ્રેસ પક્ષમાં હવે પ્રાણ ફૂંકાવાનો શરૂ થયો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા વડોદરા આવ્યા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, માજી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કોંગ્રેસી કાઉન્સિલરો અને અગ્રણીઓએ એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દર્દીઓના સગાંઓને મળી સાંત્વના આપ્યા બાદ તેઓ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરને મળ્યા હતાં. અને હોસ્પિટલમાં જનતાને પડતી તકલીફો વર્ણવવા સાથે, સગાં PPE પહેરીને સારવાર લઈ રહેલાં દર્દીને મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી.

સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું હતું અને ફેબ્રુઆરી 2021માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો લોકો ભેગા કરી કોરોના ફેલાવવામાં મદદ કરી હતી. રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે ભાજપાના પ્રમુખ 5000 ઇન્જેક્શન લઈ આવે છે અને બીજી તરફ, ઇન્જેક્શનની કાળાબજારી ચાલી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરામાં 170 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત છે, એની સામે 142 મેટ્રીક ટન જ ઓક્સિજન અપાય છે. 28 મેટ્રીક ટન ઓક્સિજનની ઘટ પડવાને લીધે 3000 જેટલાં દર્દીઓને પુરતો ઓક્સિજન મળતો નથી કે પૂરતા પ્રમાણમાં મળતો નથી. જેના કારણે વ઼ડોદરામાં મૃત્યુઆંક પણ વધ્યો છે.

નાગરીકો માટે અસરકારક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરવા સાથે અમિત ચાવડાએ સરકાર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઈએ તેવી માંગણી ઉચ્ચારી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud