• તૌકતે વાવાઝોડામાં પ્લેટો ઉખડી જતા ડિઝાઇન બનાવનાર આર્કિટેક્ટ અને સિવિલ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
  • 2 મહિનામાં શેડને થયેલા નુકશાનની કામગીરી પૂર્ણ કરવા આદેશ

WatchGujarat. વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના હસ્તે જાન્યુઆરીમાં વર્ચ્યુલી લોકાર્પણ કરાયેલા દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ SOU કેવડિયા રેલવે સ્ટેશનના બનાવેલા આધુનિક ડોમ (શેડ) પર લગાવેલી પ્લેટો સોમવારે તેજ પવનોમાં ટપોટપ ઉખડીને 300 ફૂટ નીચે પડી હતી. રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા હાઈટેક રેલવે સ્ટેશને પ્લેટો ઉખડીને ઉડી જવાની રેલવેએ ગંભીર નોંધ લઈ આર્કિટેક્ટ અને સિવિલ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાન્યુઆરીમાં જ દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ કેવડિયા રેલવે સ્ટેશન બનાવી વડાપ્રધાને દેશને સમર્પિત કર્યું હતું. તૌકતે વાવાઝોડાના કારણે પવન ફૂંકાતા કેવડિયામાં જે દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બન્યું હતું. જેને બન્યાને હજુ 4 મહિના થયા છે જેની અંદર 300 ફુટ ઉંચા ડેમની છતની પ્લેટો ઊડી સોમવારે સવારે નીચે ટપોટપ પડી હતી.

 

જે ઘટનાની અતિ ગંભીર નોંધ લઈ ડિઝાઇન અને ગુણવત્તા પર સવાલો ઉભા થયા હતા. રેલવે બોર્ડએ આ ઘટના બાદ કામગીરી કરનાર આર્કિટેક્ટ અને કોન્ટ્રાકટર ઉપર ગાજ વરસાવી છે. રેલવે વિભાગ દ્વારા મળતી વિગત અનુસાર ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનની ડિઝાઈન બનાવનાર કન્સ્ટલ આર્કિટેક ડીઝાઈનરને નોટિસ આપવામાં આવી છે. સાથે જ સિવિલ કોન્ટ્રાક્ટર ને પણ નોટિસ ફટકરાઈ છે.

કેવડિયા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન એક મહત્વપૂર્ણ પ્રોજેકટ છે અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓ માટે દેશના મુખ્ય શહેરને જોડતી રેલવે સેવાઓ શરૂ કરવામાં આવી હતી. હાલમાં સિલિગ પર જે પ્લેટો ઉખડી ગઈ હતી ત્યાં છત પર ગ્રીન નેટ લગાડવા આવશે. અને રેલવે સ્ટેશનની ડીઝાઈન બનાવનાર આર્કિટેક્ટ તેમજ સિવિલ એન્જીનીયર ગ્રીન રેલવે સ્ટેશનની ડીઝાઇન માં બદલાવ કરી ને રેલવે સ્ટેશન ની મરામત કરશે આ કામ લગભગ 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud