• કેવડિયા RFO  વિરેન્દ્રસિંહ ઘરીયાએ સરકારી દંડ ₹1 લાખ વસુલ કર્યો
  • MD દીપાન્સુ અગ્રવાલે કેવડિયા RFO સમક્ષ  હાજર થઈ વનને નુકસાન કરવાનો ગુનો કર્યો કબૂલ
  • સ્ટેટમેન્ટ, રેકોર્ડ લેવા સાથે સરકારી ખાતામાં તાત્કાલિક ભરી દંડની રકમ
  • સાગ અને ખાખરના 9 જેટલા વૃક્ષો કાપી નખાતા વન વિભાગે SOU ટેન્ટ સંચાલકને પાઠવ્યું હતું સમન્સ
  • ટેન્ટસિટીના સંચાલક લલ્લુજી & સન્સને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરવા સખ્ત તાકીદ

WatchGujarat. SOU ટેન્ટસિટી 1 ના સંચાલક લલ્લુજી & સન્સ દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા વધુ ટેન્ટ અને બાંધકામમાં અનામત સાગ અને ખાખરના 9 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવતા 28 મે શુક્રવારે કેવડિયા વનવિભાગની કચેરીમાં MD ને હાજર રહેવા સમન્સ ફટકરાયું હતું. શુક્રવારે MD દીપાન્સુ અગ્રવાલે કેવડિયા RFO સમક્ષ હાજર રહી ગુનો કબૂલ્યો હતો. RFO એ અનામત સરકારી વૃક્ષો અવેધ રીતે કાપવા બદલ 1000% દંડ વસુલ કર્યો છે.

કેવડિયા SOU ટેન્ટસિટી 1 માં અમદાવાદ શિવાલીક રોડ સ્થિત લલ્લુજી એન્ડ સન્સને ગેરકાયદેસર 7 થી વધુ ટેન્ટ ઉભા કરી સાગ અને ખાખરાના વૃક્ષોના છેદનમાં કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે MD દીપાન્સુ અગ્રવાલને સમન્સ નોટિસ ફટકારી 28 મે એ કચેરીમાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. સાથે જ સરકારી જમીન પચાવી પાડવા બદલ લેન્ડ ગ્રેબિંગનું પણ તહોમતનામુ કરાયું હતું.

કેવડિયા રેન્જ ગુના નંબર – 3/2020-21 મુજબ નઘાતપોર રાઉન્ડ હેઠળ આવતા ટેન્ટ સિટીની બાજુમાં સરકારી જમીનમાં રહેલ અનામત પ્રકારના સાગ અને ખાખરનાં 9 જેટલા વૃક્ષ કાપી નાંખતા કેવડિયા RFO વિરેન્દ્રસિંહ ઘરીયા સમક્ષ આજે શુક્રવારે સુનાવણીમાં ટેન્ટસિટીની સંચાલક લલ્લુજી એન્ડ સન્સ તરફથી MD દીપાન્સુ અગ્રવાલ રહે. 64, વસંત બહાર, ઉમિયા માતાજીના મંદિર પાસે, અમદાવાદ આજે રૂબરૂ હાજર થયા હતા.

ભારતીય વન અધિનિયમ 1927ની કલમ – 26 (1)(ક) મુજબ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાંથી અનામત પ્રકારના 9 જેટલા વૃક્ષો 0.234 ઘનમીટર કાપતા અને વન ઉનમુલન કરવું, જંગલ જમીનમાં અપ્રવેશ કરવો, વૃક્ષ પાડવા અને ઇમારતી લાકડું લઈ જઈ, વનની જમીન પર બાંધકામ કરવું તેમજ જંગલને કરેલ નુકસાની બદલ MD અગ્રવાલે ગુનાની કબૂલાત કરી હતી. વન વિભાગ દ્વારા વળતર પેટે નિયમ અને કાયદા મુજબ કાપેલા વૃક્ષોની સરકારી કિંમતના 1000% એટલે કે ₹1 લાખનો દંડ વસુલ કરાયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ટેન્ટસિટીના સંચાલક લલ્લુજી & સન્સને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરવા સખ્ત તાકીદ કરવામાં આવી છે. તમામ રેકોર્ડ અને સ્ટેટમેન્ટની નોંધ લઈ દોઢ થી 2 કલાક સુધી વન વિભાગની કચેરીએ કાર્યવાહી ચાલી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud