WatchGujarat. કોરોનાને શરૂઆતી તબક્કામાં કાબુમાં લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉનમાં તમામ પ્રકારના ઉદ્યોગ, વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. કોરોનાથી બહાર નિકળીને સામાન્ય જનજીવનમાં ક્યારે પાછા જવાશે કે કેમ તેવી શંકોએ લોકોના મનમાં ઘર કરવાનું શરૂ કરી દીધું હતું. કોરોના કાળમાં સૌથી ભારે અસરગ્રસ્ત શિક્ષણ ક્ષેત્ર થયું હતું. તેવા સમયે હું શિક્ષણ સિવાય શું શીખીને પગભર રહી શકું તેવા વિચારે શિક્ષીકા પ્રિતી ભુસાવળકરને હોમ બેકર બનાવા તરફ પ્રેર્યા હતા.

પ્રિતી ભુસાવળકરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અચાનક લોકડાઉન લાગું થવાના કારણે આગળ શું થશે તેનો કોઇ જ અંદાજો લગાડી શકાતો ન હતો. તેવા સમયે શિક્ષણ ક્ષેત્ર સૌથી વધારે અસરગ્રસ્ત થયું હતું. હું અને માતા પતિ મયુર ભુસાવળકર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. તેવા સમયે મને સતત વિચારો આવતા કે શું મારામાં ભણાવવા સિવાય કોઇ સ્કિલ છે. જેને લઇને હું પગભર રહી શકું. રોજે રોજ વિચારો આવતા હતા. પરંતુ તેનું કોઇ સમાધાન મળતું ન હતું.

આખરે YouTube પરથી ટ્યુટોરીયલ જોઇને બેકીંગ શિખવાનું નક્કી કર્યું હતું. ઘરનું કામ પત્યા બાદ બપોરે બધા સુઇ ગયા હોય ત્યારે અથવાતો રાત્રિના સમયે YouTube ટ્યુટોરીયલ પર શીખવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે ઓનલાઇન શીખવામાં મને રસ પડતા મેં નિયમીત રીતે YouTube ટ્યુટોરીયલ પર ભણવાનું ચાલુ રાખ્યું હતું.

વિદ્યાર્થી દાખલો અથવા વિજ્ઞાનનો કોન્સેપ્ટ શીખવા માટે ભણે તેવી રીતે મેં મારા YouTube થકી ભણવાનું ચાલુ કર્યુ

આશરે 150 કલાક સુધી મેં YouTube ટ્યુટોરીયલ લીધા હતા. જેમ વિદ્યાર્થી દાખલો અથવા વિજ્ઞાનનો કોન્સેપ્ટ શીખવા માટે ધ્યાન પુર્વક ભણે તેવી રીતે મેં મારા YouTube ટ્યુટોરીયલ થકી ભણવાનું ચાલુ કરી દીધું હતું. ઓનલાઇન શીખતી વખતે જરૂર પડ્યે મેં નોટ્સ પણ બનાવ્યા હતા. અને વારે વારે તેનું રીવીઝન પણ કરતી હતી. હવે શીખી ગયા બાદ કેક – પેસ્ટ્રીઝ બનાવવાનું શરૂ કરવાનું કામ કરવાનો સમય આવી ગયો હતો. લોકડાઉન કાળમાં બહાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવા સિવાય બહાર જવું શક્ય ન હતું. એટલે કેક – પેસ્ટ્રીઝ બનાવવાનો જરૂરી સામાન ઘરે હતો તેટલો એકઠો કરીને કામ કરવાનું ચાલુ કર્યું હતું.

પતિને જાણ થઇ તો એક જ લાઇનમાં કહ્યું કે, I am with You 

ઘરમાં બાળકો હોય એટલે તેઓ સુઇ જાય ત્યારે જ કામ કરવું શક્ય હતું. બાળકોની હાજરીમાં એક્સપરીમેન્ટ કરવો ક્યારેક જોખમી નિવડી શકે. બપોરે અથવા રાત્રે બધા સુઇ જાય ત્યારે હું ધીરે ધીરે કરીને એક પછી એક સ્ટેપ ફોલો કરીને કેક બનાવવાનો ટ્રાય કરતી ગઇ. એક દિવસ બધા સુઇ રહ્યા હતા. ત્યારે મેં ચોકો મફીન્સ બનાવી હતી. કોઇક રીતે મફીન્સની સુગંધ મારા પતિ મયુર ભુસાવળકર સુધી પહોંચી ગઈ હતી. તેઓ નીચે આવ્યા અને પુછ્યું આ શું, ત્યારે તેમને શરૂઆતથી લઇને આજદિન સુધીની વાત કહી સંભળાવી હતી. એક પણ સેકંડ વિચાર કર્યા વગર તેમણે મને કીધું, I am with You (હું તારી સાથે છું)

ત્યાર બાદ મારા મારા બેકીંગના કામમાં મારા પતિ પણ મદદ કરતા થયા. હવે તેઓ મારા મદદગાર બન્યા હતા. હું જે કંઇ પણ બનાવું તેનું પહેલું ટેસ્ટીંગ તેઓ કરતા હતા. અને મને સુધારા વધારાનું સુચન કરતા હતા. આમ કરતા કરતા અત્યાર સુધી મેં 1 હજાર થી વધારે ઓર્ડર પુરા કર્યા છે.

ગમે તે સ્થિતીમાં સ્ત્રીની આર્થિક સ્વતંત્ર્યતા કાયમ રહેવી જોઇએ  

પ્રિતી ભુસાવળકરે કહ્યું કે,  હવે સ્થિતી સામાન્ય બનતા મેં મારી શિક્ષીકા તરીકેની જવાબદારી પણ નિભાવવાની શરૂ કરી દીધી હતી. એટલે હું એવું કહી શકું કે, હું અત્યારે કોચીંગ અને બેકીંગ બંન્ને કરી રહી છું. કોઇ પણ મહિલાએ કોઇ પણ પરિસ્થિતીમાં પોતે પગભર કેવી રીતે રહી શકે તેનું ધ્યાન રાખવું જોઇએ. સ્થિતી ગમે તે હોય, આપણી આર્થિક સ્વાતંત્ર્યતા કાયમ રહેવી જોઇએ.

શીખ્યા બાદ હવે ઇનોવેશન તરફ ધ્યાન આપી રહી છું

પ્રિતી ભુસાવળકરે ઉમેર્યું હતું કે, પહેલા બેઝીક બેકીંગથી શરૂઆત કરી હતી. સતત મહેનત કર્યા બાદ હવે હું ઇનોવેટીવ અને કોન્સેપ્ટ બેઇઝ્ડ બેકીંગ તરફ વળી છું. લોકો હોરીઝોન્ટલ (પહોળો) શેપ ધરાવતી કેક બનાવતા હોય છે. ત્યારે હું વર્ટીકલ (લંબાઇ-ઉંચાઇ) ધરાવતી કેક બનાવી રહી છું. મારા કામમાં મારા પતિ સતત મારી મદદ કરે છે. અને મને પ્રોત્સાહિત કરતા રહે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud