• એક દિવસ પહેલા વિસ્તારમાં આવેલી કોમ્પલેક્ષમાં સળંગ દુકાનોમાં ચોરીની ઘટના થઇ હતી
  • ગતરોજ વહેલી સવારે ફરી વિસ્તારમાં ચોરી થતા નાગરીકોમાં પોલીસની કામગીરી પ્રત્યે રોષ
  • નાગરીકોને છાશવારે માસ્ક વગર પકડી પાડતી પોલીસને ચોર પકડાતા નથી
  • રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરી થવી પોલીસની કામગીરીની પોલ ખુલ્લી પાડે છે.

#Vadodara - ઉંઘતી જવાહરનગર પોલીસ : 7 દુકાન બાદ હવે 2 બાઇક અને ત્રણ મકાનના તાળા તુટ્યા, જુઓ CCTV
WatchGujarat. જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વખત ચોરીની ઘટના સામે આવી છે. રવિવારે વહેલી સવારે કોયલી ખાતે આવેલી સોસાયટીમાંથી વાહનચોરી અને ઘરચોરીની ઘટના સામે આવી છે. એક દિવસ પહેલા વિસ્તારના સાગર પ્લાઝા વિસ્તારમાં એક સાથે 7 જેટલી દુકાનોના તાળા તુટ્યા હતા. જેને કારણે પોલીસની રાત્રી કર્ફ્યુની અમલવારી તથા રાત્રી પેટ્રોલીંગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે.

#Vadodara - ઉંઘતી જવાહરનગર પોલીસ : 7 દુકાન બાદ હવે 2 બાઇક અને ત્રણ મકાનના તાળા તુટ્યા, જુઓ CCTV

કોયાલી ખાતે 1 દિવસ પહેલા જ સાગર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં 2 શોરૂમ સહિત 7 દુકાનોના તાળા તોડી ચોરો લાખોના કપડાં ,સામાન અને રોકડા ની ચોરી કરી હતી. આ ચોરીના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.અને પોલીસના રાત્રી કર્ફ્યુની અમલવારી સામે સવાલો ઉઠાવ્યા હતા. બનાવના એક દિવસ બાદ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થઇ હતી. #Vadodara

#Vadodara - ઉંઘતી જવાહરનગર પોલીસ : 7 દુકાન બાદ હવે 2 બાઇક અને ત્રણ મકાનના તાળા તુટ્યા, જુઓ CCTV

કોયલીના મેઈન રોડ ઉપર આવેલ શિવમ રેસિડેન્સી માંથી આજે વહેલી સવારે 2 બાઇકો ની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી. તેની કોયલી ખાતે આવેલ GEB કોલોની માંથી 3 મકાનના તાળા ચોરો એ તોડી કેશ સહિત ચાંદીની વસ્તુઓ ની ચોરી થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘરના રહેવાસી બહાર ગામ ગયા હતા.આજે સવારે ઘરે આવતા ચોરી થયા અંગે જાણ થઈ હતી.

જવાહરનગર પોલીસ સામે સતત પડકાર ફેકતા તસ્કરોની કોઈ ભાળ મળી રહી નથી. વિસ્તારમાં સતત વધી રહેલા ચોરી ના બનાવો ના લીધે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે. ચોરી ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પીહચી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ વિસ્તાર માં સતત વધી રહેલા બનાવો માં જવાહરનગર પોલીસ સામે મોટો સવાલ ઉભો કર્યો છે. વિસ્તાર માં આવેલ શિવમ રેસિડેન્સી માંથી બે બાઇકો ની ચોરી થયેલી છે. વધુ માં ત્રીજી પલ્સર બાઇક ને પણ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે તે નિષ્ફળ રહ્યો હતો. #Vadodara

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 દિવસ પહેલા 7 દુકાન સહિત 2 શોરૂમ માંથી લાખો ના મુદ્દામાલ ની ચોરી થયેલ ચોરો નો કોઈ પત્તો પોલીસ ને હજુ મળ્યો નથી અને બીજી બે ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. આટલા મોટા બનાવ બનવા પામ્યા છે. છતાં જવાહરનગર પોલીસ ઊંઘતી હોય તેમ દેખાઈ રહ્યું છે. #Vadodara

More #Theft #Case #raise-in #Night curfew #people #angry #Police #Night patrolling #Vadodara #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud