• શહેરમાં છેલ્લા 85 દિવસથી કોરોનાની વેક્સીન આપવાનું કામ અવિરત પણે ચાલી રહ્યું છે
  • વધુ લોકો સુધી વેક્સીન પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે 150 સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા
  • કોરોના પર કાબુ મેળવવા માટે VSMS સ્ટ્રેટર્જી કામ કરશે – ડો. રાજેશ શાહ
  • શહેરમાં 60 વર્ષ થી ઉપરની ઉંમર ધરાવતા કુલ 1.61 લાખ લોકોમાંથી 1.36 લાખ લોકોને વેક્સીન અપાઇ ચુકી છે

WatchGujarat. દેશમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ કોરોનાને નાથવા માટે મહત્વના સુચનો આપવાની સાથે 11 એપ્રીલથી 14 એપ્રીલ સુધી ટીકાઉત્સવની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. વડોદરા શહેર જિલ્લા મળીને 9.11 લાખ લોકોની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ છે.

પ્રદેશ ભાજપા ડોક્ટર સેલ તરફથી મધ્યગુજરાતમાં વેક્સીનેશનની જવાબદારી કાઉન્સિલર ડો. રાજેશ શાહ (નિકીર)ને આપવામાં આવી છે. ડો. રાજેશ શાહે watchgujarat.com સાથે ટીકાઉત્સવ2021 અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં 45 થી વધું ઉંમરના 5.81 લાખ વ્યક્તિઓ છે. અને વડોદરા શહેરમાં 3.21 લાખ વ્યક્તિઓ છે.

વડોદરામાં 45 થી 60 વર્ષની ઉંમર ધરાવતા 2.71 લાખ લોકો છે. જેમાંથી 83,868 લોકોએ પ્રથમ ડોઝ આપવામાં સફળતા મળી છે. તેમાંથી 7,053 લોકોએ જ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે. આમ, સરકાર દ્વારા હાલ નિયત કરવામાં આવેલી 45 થી 60 વર્ષીય ઉંમરના માત્ર 31 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં સફળતા મળી છે. અને પહેલો ડોઝ લીધો હોય તેમાંથી માત્ર 8.4 ટકા લોકોને જ બીજો ડોઝ અપાયો છે. તેની સાથે 60 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા કુલ 1.61 લાખ લોકોમાંથી 1.36 લાખ લોકોને વેક્સીન અપાઇ ચુકી છે. આમ, શહેરમાં 84 ટકા સીનીયર સીટીઝનને વેક્સીન આપવામાં સફળતા મળી છે.

70 ટકા હેલ્થ કોરોના વોરીયર્સનો વેક્સીનેશનના બંને ડોઝ આપી દેવાયા

ડો. રાજેશ શાહે ઉમેર્યું હતું કે, શહેરમાં 26,386 હેલ્થ કોરોનો વોરીયરને કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 18,524 હેલ્થ કોરોના વોરીયરે વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. આમ, 70 ટકા હેલ્થ કોરોના વોરીયર્સનો વેક્સીનેશનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. તો શહેરમાં અગ્રહરોળના 28,276 કોરોના વોરીયર્સને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાંથી  6,855 વોરીયર્સે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. આમ, 24 ટકા અગ્રહરોળ કોરોના વોરીયરે વેક્સીનના બે ડોઝ લીધા છે.

વેક્સીનેશન શરૂ કર્યાના 85 દિવસમાં માત્ર એક જ દિવસ રજા પ્રાઇવેટ સેન્ટરમાં રખાઇ હતી

ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં 16 જાન્યુઆરીથી લોકોને કોરોનાની વેક્સીન આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી હતી. 85 દિવસ બાદ શહેરમાં સરકારી ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા 31 ટકા લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. શરૂઆતથી લઇને આજદિન સુધી 85 દિવસમાં માત્ર એક જ દિવસ વેક્સીનેશનન માટે પ્રાઇવેટમાં વિરામ મુકવામાં આવ્યો હતો.

કાઉન્સિલર ડો. રાજેશ શાહ (નિકીર)

શહેરમાં આશરે 150 જેટલી સરકારી તથા ખાનગી જગ્યાઓ પર વેક્સીન અપવામાં આવી રહી છે

ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી વેક્સીન પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે 150 જેટલા સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો વેક્સીનેશન કરાવી શકે તેવા પ્રયાસોના ભાગરૂપે વધુ સેન્ટરોની ફાળવણી કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ 11 – 14 એપ્રીલ સુધી ટીકાઉત્સવની ઉજવણી કરવાનું સુચન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 11 – 14 એપ્રીલ સુધી ટીકાઉત્સવની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. વડોદરામાં પણ ટીકાઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત વધુમાં વધુ લોકોને કોરોનાની વેક્સીન પહોંચાડી શકાય તેની માટે વધુ વેક્સીનેશન સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. અને લોકોને વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

ટીકાઉત્સવ અંતર્ગત ચાર મહત્વના મુદ્દાઓ પર કામ કરવાનું સુચન

ડો. રાજેશ શાહે ઉમેર્યું હતું કે, ટીકાઉત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા ચાર મહત્વના મુદ્દાઓ સુચવ્યા હતા. 1) એક વ્યક્તિ અન્ય એક વ્યક્તિને વેક્સીન આપવાની જવાબદારી ઉઠાવે, 2) જેમની પાસે જાણકારી નથી તેવા લોકોને વેક્સીન લેવા તથા સારવાર માટે મદદ કરો, 3) પોતે માસ્ક પહેરો અને અન્ય એકને માસ્ક પહેરાવો. 4) સાથે માઇક્રોકન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવા માટે સમાજના લોકો જાતે જ આગળ આવે અને કોરોનાને વકરતો ફેલાવવા માટે કાર્યરત થાય.

કોરોના પર કાબુ મેળવવા માટે VSMS સ્ટ્રેટર્જી કામ કરશે

ડો. રાજેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પર કાબુ મેળવવા માટે VSMS સ્ટ્રેટર્જી કામ કરશે. તેમાં  V – વેક્સીનેશન, S – સોશિયલ ડિસ્ટન્સીંગ,  M – માસ્ક, અને S – સેનીટાઇઝેશન ને તમામે અમલમાં મુકવી પડશે. આ સ્ટ્રેટર્જીના કારણે શહેર અને રાજ્યમાં કોરોનાની સ્થિતી પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ તેઓએ પ્રગટ કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કોરોનાની વેક્સીન લેવાને કારણે બીજી વેવની ઘાતકતામાં ઘટાડો થાય

ડો. રાજેશ શાહે વેક્સીન લેવા અંગે જણાવ્યું હતું કે, વેક્સીન સુરક્ષિત છે. કોઇ પણ પ્રકારની ગેરમાન્યતાઓને ધ્યાને લેવી જોઇએ નહિ. લોકોએ વેક્સીશ અવશ્ય લેવી જોઇએ. વેક્સીન લેવાને કારણે કોરોનાના સંક્રમણની ઘાતકતામાં ઘટાડો થાય છે. જેને કારણે લોકો કોરોના સામે એક અથવા અનેક રીતે સુરક્ષિત થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud